Aapnu Gujarat
રાષ્ટ્રીય

દીકરી સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા પિતાને ફાંસીની સજા

ભોપાલના બહુચર્ચિત બરેલા રેપ અને હત્યાકાંડ કેસમાં ફાસ્ટ કોર્ટે સોમવારે મૃતક બાળકની પિતાને દોષી કરાર કરતાં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. દોષી કરાર કરવામાં આવેલા પિતાએ ૬ વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ તથા હત્યા કર્યા બાદ તેની લાશને ફાંસી પર લટકાવી દીધી હતી. ૪૨ વર્ષીય પિતાને શંકા હતી કે તેની પોતાની દીકરી નથી. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આ ઘટના માર્ચ ૨૦૧૭માં બની હતી જેમાં દોષી પિતાએ દુષ્કર્મ બાદ દીકરીની હત્યા કરી લાશને ફંદા પર લટકાવી દીધી હતી, જેનાથી કોઈને તેની પર શક ન જાય. ભોપાલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ જધન્ય મામલાની સુનાવણી થઈ અને પોસ્કો હેઠળ સ્પેશલ જજ કુમુદીની પટેલે દોષી પિતાને રેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા સંભળાવી. ઘટના બાદ ડીએનએ તપાસથી આ મામલાનો ખુલાસો થયો જ્યારે બાળકીના કપડાઓ પરથી તેના પિતાના વીર્યના સેમ્પલ મળ્યા હતા.
કોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રોસેક્યૂશન પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે આરોપીને પોતાની પત્નીના ચરિત્ર પર શક હતો અને તેને લાગતું હતું કે દીકરી પોતાનું સંતાન નથી. ત્યારબાદ તેણે પોતાની દીકરી સાથે પહેલા અપ્રાકૃતિક સંબંધ બાંધ્યા, બાદમાં રેપ પણ કર્યો. રેપ બાદ બાળકીની હત્યા કરી દીધી.
પ્રોસેક્યૂશન પક્ષ મુજબ, આરોપીએ બાળકીની હત્યા કર્યા બાદ ૧૫ માર્ચ ૨૦૧૭ના રોજ દુપટ્ટની મદદથી તેને ફંદા પર લટકાવી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ અને રેપની પુષ્ટિ થઈ.
કોર્ટ તરફથી દોષી પિતાને મોતની સજા સંભળાવા સાથે જ મધ્ય પ્રદેશમાં સગીરાઓ સાથે કુકર્મોના મામલામાં આ વર્ષે અત્યાર સુધી ૨૧ લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે.

Related posts

મુફ્તી તમામ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યા : રામ માધવ

aapnugujarat

भारत और पाकिस्तान के बीच शुरू हुई पोस्टल सेवा

aapnugujarat

Accept applications of 3 transsexuals to attend police exam : Madras HC to TNUSRB

aapnugujarat

Leave a Comment

UA-96247877-1