Aapnu Gujarat
ગુજરાત

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૧૦ હજારથી વધુ યુવાનને ૨૭મીએ કરારપત્ર મળશે

રાજયના યુવાનોને ઘરઆંગણે રોજગારી આપવા રાજય સરકાર કટીબદ્ધ છે ત્યારે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ તથા મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ સુરત, પંચમહાલ, પાટણ અને આણંદ ખાતે આગામી તારીખ-૨૭મી ડિસેમ્બર-૨૦૧૮ના રોજ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે એમ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. તા.૨૭મી ડિસેમ્બરને ગુરૂવારના રોજ સુરત ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પંચમહાલ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા, પાટણ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, આણંદ ખાતે વન અને આદિજાતિ મંત્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતમાં કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાર જિલ્લાઓમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થયું છે. જેઓને “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અને રોજગાર યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવશે તથા તેઓને કરારપત્ર વિતરણ પણ કરાશે.

Related posts

ટ્રાફિક ઝૂંબેશથી અમદાવાદીઓ નિયમબદ્ધ બન્યાં

aapnugujarat

પાટણમાં અવિરત વરસાદ, સિપુ ડેમમાં ગાબડું

aapnugujarat

અન્નપૂર્ણાધામમાં આવનાર બધાને પ્રસાદમાં છોડ આપવા માટે સૂચન : અડાલજ અન્નપૂર્ણાધામ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1