Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના ૯૬ તાલુકાના ૨૬ લાખ ખેડુતોને સહાય મળશે

રાજ્યની સંવેદનશીલ વિજય રૂપાણીની સરકારને એક વર્ષ પૂર્ણ થવા ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મતિથિ એટલે કે સુશાસન દિન નિમિતે અહીં યોજવામાં આવેલા કિસાન સંમેલનમાં મુખ્યમંત્રીએ રાજ્યના અછતગ્રસ્ત ૯૬ તાલુકાના સવા ત્રેવીસ લાખ ખેડૂતોને પાક નુકસાન પેટે ઇનપુટ સહાય પેટે રૂ. ૨૨૮૫.૫૯ કરોડની ચૂકવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રનો ખેડૂત ખમીરવંતો છે. ભૂતકાળમાં અનેક દુષ્કાળોને આ ખડૂતોએ સહન કર્યા છે. પણ, આ વખતે અછત સામે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપતા મુખ્યમંત્રીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, રાજકોટના ૮ તાલુકાના ૨.૪૦ લાખ કિસાનો ને ૧૯૧.૧૯ કરોડ રૂપિયા પાક નુકસાની ઇનપુટ સહાય ચુકવવામાં આવશે. અછતની સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને કોઇ તકલીફના પડે એ માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવી પણ વિગતો આપી કે, રાજ્ય સરકાર દ્વારા કોઇ તાલુકાના અસરગ્રસ્ત જાહેર કરવાના મેન્યુઅલમાં ફેરફાર કરીને ખેડૂતોના હિત માટે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. મેન્યુઅલ પ્રમાણે ચાર ઇંચ વરસાદ પડે તો અછતગ્રસ્ત જાહેર કરી શકાતા હતા. પણ, આ વખતે ૧૪ ઇંચ સુધી વરસાદ પડ્‌યો હોય એવા તાલુકાને તેમાં આવરી લેવામાં આવ્યા છે. કારણ કે, કોઇ વિસ્તારમાં આટલો વરસાદ એક સાથે પડી ગયો અને એ બાદ મહિના સુધી વરસાદ આવ્યો જ નહીં. તેથી ખેડૂતોનો મહામૂલો પાક બળી ગયો. કૃષિકારોને નુકસાન ન થાય તે માટે મેન્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો વીજળી અને પાણી સારી રીતે આપવામાં આવે તો આપણા ખેડૂતો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત ધરાવે છે, એમ કહેતા રૂપાણીએ ઉમેર્યું કે, પહેલા ખેડૂતોને ‘લંગડી’ વીજળી મળતી હતી. એટલ કે, ખેડૂતોને ઓછા હોર્સ પાવરથી કે, કોઇ નિયમ સમય વિના મળતી હતી. રાતે વીજળી આપવામાં આવે એટલે ખેડૂતોને રાતઉજાગરા કરીને પાકને પીયત કરવું પડતું હતું. તેની સામે, આ સરકારે જ્યોતિ ગ્રામ યોજના થકી ખેડૂતોને રાહતદરે અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવાની પહેલ કરી છે. હવે તો ખેડૂતોને સૂર્યશક્તિ કિસાન યોજનામાં તો ખેડૂતો પોતે રાજ્ય સરકારને વીજળી વેચી શકે છે. ખેડૂત પોતાના વાડીખેતરમાં સોલાર પેનલ મૂકી વીજળીનું ઉત્પાદન કરી શકે છે. આ વીજળી રાજ્ય સરકાર ખરીદી કરે છે. દક્ષિણ ગુજરાતમાં આ માટે સાત ફિડરો મૂકી દેવામાં આવ્યા છે. પાણી અંગે મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, સૌની યોજના આવતા ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઇ જવાની છે. સૌની યોજના પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો મા નર્મદાના પાણીથી છલકાઇ જશે અને ખેડૂતોને પીયતનું પાણી મળતા વર્ષમાં ત્રણ મોસમ લેતા થઇ જશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં ભૂતકાળમાં રોડા નાખવામાં આવ્યા હતા. એક તરફ નર્મદાનું પાણી દરિયામાં વહી જતું હોય અને બીજી તરફ ખેડૂતો પાણી વિના ટળવતા હોય એવી સ્થિતિ હતી. પણ, નરેન્દ્રભાઇ મોદીએ પોતાની સરકારમાં પ્રથમ કામ નર્મદા યોજનાને મંજૂરી આપવાનું કર્યું હતું અને તે યોજનાને પૂર્ણ કરી હતી. રાજ્ય સરકાર સૌરાષ્ટ્રના દરિયા કિનારે દરિયાના પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ પણ નાખવા જઇ રહી છે. જોડિયા, પોરબંદર, ભાવનગર, વેરાવળ, દ્વારકામાં પ્રત્યેક રૂ. ૧૦૦ કરોડના ખર્ચથી ૧૦૦ એમએલડીની ક્ષમતાના પ્લાન્ટ નાખી દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવામાં આવશે. આ પાણી પીયત માટે પણ આપવામાં આવશે. આ માસના અંતે પ્લાન્ટની ટેન્ડરિંગ પ્રક્રીયા શરૂ થઇ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમયે ખેડૂતોને યુરિયા માટે લાઠી ખાવી પડતી હતી. બજારમાં આવતું યુરિયા બારોબાર વેચાઇ જતું હતું. હવે કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે ખેડૂતોને યુરિયા સમયસર મળી જાય છે. વળી, નીમ કોટેડ યુરિયા આવતું હોવાથી તે બારોબાર વેચી પણ શકાતું નથી. ખેડૂતોને નકલી બિયારણની સમસ્યા પણ સતાવતી હતી. તેની સામે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. નકલી બિયારણ વેચનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂત કાળી મજૂરી કરીને જે પાક ઉગવે અને તેના યોગ્ય ભાવ ન મળે તો સ્થિતિ ખરાબ થાય છે. આ સ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા સરકારે જણસોની ટેકાના ભાવે ખરીદી કરી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત રાજ્ય સરકારે બે વર્ષ માં ૬૮૪૦.૨૨ કરોડના મૂલ્યની ૧૪.૯૮ લાખ મેં. ટન જણસીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરી ૭.૨૨ લાખ ખેડૂતોને લાભ આપ્યો છે. રાજકોટ જિલ્લામાં ૧૭ હજાર ખેડૂતો પાસેની ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે અને તેમાંથી રૂ. ૬૫ કરોડનું ચૂકવણુ પણ કરી દેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના ખેડૂતોના પાકને ભૂંડ નીલગાયથી થતા નુકસાન થી બચાવવા ખેતર ફરતે કાંટાળી તા ની વાડની કિસાન હિતલક્ષી યોજના અંતર્ગત ૩૩૦૦૦ લાભાર્થીઓને ૨૬૩૦૦ હેક્ટર વિસ્તાર માટે આવી વાડ બનાવવા રૂ. ૨૮.૬૨ કરોડ સહાય આપવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા સહાય નું ધોરણ ૭૦ ટકા થી વધારી ૮૫ ટકા કરવામાં આવ્યું છે. દસ લાખથી વધુ કિસાનોએ ડ્રીપ ઇરીગેશન અપનાવી ૧૭ લાખ થી વધુ હેક્ટર જેટલા વિક્રમી વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી રહ્યા છે.

Related posts

ગુજરાત સરકાર તરફથી નીતિશકુમારને પૂર પિડીતો માટે ચેક અપાયો

aapnugujarat

*૧૩૧- લીમખેડા ના ધારાસભ્ય ગુજરાત વિધાનસભા ખાતે ગ્રુપ ફોટો સેશન માં હાજર રહ્યા હતા*

aapnugujarat

नवरात्र महापर्व : शक्ति की आराधना का पर्व आज से

aapnugujarat

Leave a Comment

UA-96247877-1