Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૪૧ કલાકની મુસાફરી કરીને ભારત આવી શકું તેમ નથી : મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેન્કની હજારો કરોડોની લોન કૌભાંડના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોકસીએ કોર્ટને આપેલા જવાબમાં કહ્યુ છે કે ૪૧ કલાકની ફ્લાઈટની મુસાફરી કરીને હું ભારત નહી આવી શકું.ઈડીએ મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.જેના જવાબમાં મેહુલ ચોક્સીએ પોતાના ખરાબ સ્વાસ્થ્યનુ કારણ આગળ ધરીને કહ્યુ છે કે હું ૪૧ કલાક મુસાફરી કરીને આવી શકુ તેમ નથી.
ચોકસીએ ૩૪ પાનના જવાબમાં એવો પણ આરોપ મુક્યો છે કે દેવુ ચુકવવા માટે પંજાબ નેશનલ બેંક સાથે મારી વાતચીત ચાલી રહી છે પણ ઈડીએ જાણી જોઈને આ વાત કોર્ટને કરી નથી.
ચોક્સીના વકીલે કોર્ટને કહ્યુ હતુ કે ઈડીએ જાણી જોઈને મેહુલ ચોક્સની સંખ્યાબંધ સંપત્તિનુ મૂલ્ય ઓછુ આંક્યુ છે.જેથી તેની વધારે ને વધારે સંપત્તિઓ એટેચ થઈ શકે.ઉલ્લેખનીય છે કે એેટેચ સંપત્તિઓની વેલ્યુ ૫૩૭ કરોડ સુધી દર્શાવાઈ છે.મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકની ૧૪૦૦૦ કરોડની લોનના ગોટાળાનો આરોપ છે.તે જાન્યુઆરી મહિનામા જ દેશ છોડીને રવાના થઈ ગયો હતો.

Related posts

કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવા નાણાં પ્રધાનનો ઈનકાર

editor

कृषि बिलों पर क्यों भ्रम फैला रहे हो , ट्रैक्टर पर सोफा लगाकर बैठते हैं राहुल : शिवराज

editor

गुजरात के द्वारका और दिल्ली के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1