Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં “મહિલા જાગૃતિ શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

   ઘટક વિરમગામમાં જીલ્લા વિકાસ અધિકારીના  માર્ગદર્શન હેઠળ અને જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના  મહિલા આર્થિક વિકાસ નિગમ,ગાંધીનગર અને જીલ્લા પંચાયત ઉપક્રમે “મહિલા જાગૃતિ શિબિર” નું  આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જીલ્લા ઉપપ્રમુખ ભાવિનીબેન પટેલ, કારોબારી ચેરમેન  મનુજી, આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર,વાઘેલા સાહેબ, ઇનચાર્જ સીડીપીઓ  મીતાબેન જાની, આઈ.સી.ડી.એસ. સ્ટાફ વિરમગામ હાજર રહેલ. આ ક ભાવિનીબેન પંડ્યાએ  મહિલાઓનો આર્થિક વિકાસ, તથા મહિલાઓ પોતાના હક્કનું રક્ષણ કરી શકે અને પુરુષ સમોવડી બની શકે તે અંગે ગહન વક્તવ્ય આપેલ તથા રીનાબેન પંડ્યાએ મહિલાને જુદા-જુદા લાભો મળે છે તે વિશે વક્તવ્ય આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ મહિલાના આરોગ્ય વિશે વિગતવાર સમજણ આપી કાર્યક્રમને આહલાદક બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ૩૦૦ જેટલા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે દાવેદારી પાછી ખેંચી

aapnugujarat

મહેસાણા ખાતે પોલીસ તાલીમાર્થી રમતોત્સવ યોજાયો

editor

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ અને લો કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

editor

Leave a Comment

UA-96247877-1