Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગૂગલ પર ભિખારી તરીકે જોવા મળે છે પાક વડાપ્રધાન

ગૂગલ પર ઇડિયટ શબ્દ લખતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો આવે છે, તે જ પ્રકારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભિખારી તરીકે જોવા મળે છે. શુક્રવારે જ્યારે પાકિસ્તાનના લોકોએ ઉર્દુમાં ભિખારી લખીને સર્ચ કરીને ઇમરાન ખાનનો ફોટો દેખાતો હતો.
ઇમરાન ખાન નાણાકીય સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે વિશ્વમાં ઋણ લેવા માટે ભટકી રહ્યા છે. એવામાં ગૂગલ ઉપર ભિખારી સર્ચ કરવા પર ઇમરાનની છબીને નુકસાન પહોંચાડી શકે છે.આ મામલે પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, આ તેમના વિરૂદ્ધ એક કાવતરું છે. પાકિસ્તાન સરકાર આ વાતની ફરિયાદ ગૂગલને પણ કરી શકે છે. સરકારનું કહેવું છે કે, આનાથી માત્ર વડાપ્રધાન જ નહીં, પરંતુ આખા પાકિસ્તાનની છબી ખંડિત થઇ રહી છે. સરકારે ગૂગલને કહ્યું કે, ઝડપથી આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને તસવીરો હટાવવામાં આવે.હાલમાં જ અમેરિકાના સાંસદોએ આ મામલે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ પર ઘણાં સવાલો વરસાવ્યા હતા. તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પવાળી વાત પણ તેમની સામે રાખી. પિચાઇ અનુસાર, આની પાછળ ગૂગલનું અલ્ગોરિધમ જવાબદાર છે. જે લોકો દ્વારા કોઇ પણ શબ્દ અને તસવીર વારંવાર ઉપયોગને સંબંધિત માની લે છે. તેનું વધુ એક કારણ એ પણ છે કે, જો પાકિસ્તાનના લોકોએ ઇમરાન ખાનની ઇમેજની સાથે ભિખારી શબ્દનો ઉપયોગ વારંવાર થયો હશે, તો શક્ય છે કે, ભિખારી શબ્દના સર્ચ કરવા પર તેઓની તસવીર આવી રહી છે.

Related posts

Goverment कोरोना से निपटने की योजना के बारे में जनता को बताए : Rahul

editor

કિમ જોંગ સાથે ૧૨ જૂનની મિટિંગ ટ્રમ્પે મુલતવી કરી

aapnugujarat

ટ્રમ્પની પાક.ને ફટકાર, કહ્યું મિત્રતા રાખવી હોય તો ખતમ કરો આતંકવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1