Aapnu Gujarat
બિઝનેસ

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓમાં પડતર ૨૦ ટકા વધી

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ૧૫૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની પડતરની ૩૬૯ યોજનાઓની કુલ કિંમત ૩.૫૮ લાખ કરોડ રૂપિયા જેટલી વધી ચુકી છે. જેનાથી ઉભી થયેલી વિભિન્ન સમસ્યાઓને કારણે યોજનાના અમલીકરણમાં વિલંબ થયો છે. એક રિપોર્ટમાં આના સંદર્ભે જણાવવામાં આવ્યું છે. સાંખ્યાયિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દોઢસો કરોડ અથવા તેનાથી વધારે કિંમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પર નજર રાખે છે.
આ મંત્રાલયના સપ્ટેમ્બર-૨૦૧૮ના તાજેતરના રિપોર્ટ મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ૧૪૨૦ યોજનાઓની મૂળ કિંમત ૧૮ લાખ પાંચ હજાર ૬૬૭ કરોડ ૭૨ લાખ હતી અને તેના પૂર્ણ થવા પર સંભવિત પડતર વધીને ૨૧ લાખ ૬૩ હજાર ૬૭૨ કરોડ અને નવ લાખ રૂપિયા થઈ ચુકી છે. એટલે કે કુલ પડતરમાં ત્રણ લાખ ૫૮ હજાર ચાર કરોડ ૩૭ લાખ રૂપિયાનો વધારો થયો છે. પડતરમાં થયેલો આ વધારો મૂળ કિંમત કરતા ૧૯.૮૩ ટકા વધારે છે.
આમાની ૧૪૨૦ યોજનાઓમાંથી ૩૬૯ પ્રોજેક્ટમાં પડતર વધી છે અને ૩૬૬ યોજનાઓના પૂર્ણ થવા સમયે વધારો થયો છે.
રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં આ યોજનાઓ પર ખર્ચ સાત લાખ ૮૩ હજાર ૫૦૩ કરોડ રૂપિયા છે. જે યોજનાની સંભવિત પડતરના ૩૬.૨૧ ટકા છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યોજનાઓના પૂણ થવા માટે તાજેતરના કાર્યક્રમ પર અમલીકરણમાં વિલંબવાળી યોજનાઓની સંખ્યા ઘટીને ત્રણસો પર આવી ચુકી છે. વિલંબવાળી ૩૬૬ યોજનાઓમાંથી ૧૦૦માં એકથી બાર માસનો વિલંબ થયો છે. ૬૯ યોજનાઓમાં ૧૩થી ૨૪ માસ, ૯૧માં ૨૫થી ૬૦ માસ તથા ૧૦૬ યોજનામાં ૬૧ માસથી અને તેનાથી વધારે વિલંબ થયો છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાઓમાં સરેરાશ ૪૫.૯૫ માસનો વિલંબ થયો છે. યોજનાનો અમલીકરણ કરનારી એજન્સીઓ મુજબ આમા વિલંબમાં જમીન સંપાદનમાં વિલંબ, વન મંજૂરી તથા ઉપકરણની આપૂર્તિ જેવા મામલા કારણભૂત છે. તેના સિવાય ફંડની અડચણ, અચાનકથી આવેલી ભૌગોલિક સમસ્યાઓ, માઈનિંગની સ્થિતિ, નિર્માણ કાર્યોમાં ધીમી પ્રગતિ, શ્રમશક્તિમાં ઘટાડો, માઓવાદી સમસ્યા, અદાલતી મામલા, કોન્ટ્રક્ટ સંબંધિત મામલા, કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ સહીતના અન્ય મામલા છે.

Related posts

એરિક્શનને પૈસા ચુકવી દેવા આરકોમ આશાવાદી

aapnugujarat

India Environment Festival 2018 to be inaugurated in Ahmedabad this week

aapnugujarat

જીએસટી વસુલાત આંકડો ૧ લાખ કરોડ પહોચ્યોં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1