Aapnu Gujarat
રમતગમત

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદી

વિરાટ કોહલીએ આજે પોતાની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરી લીધું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૫ સદી ફટકારનાર ડોન બ્રેડમેન બાદ બીજો ખેલાડી બની ગયો હતો. મહાન ખેલાડી સર ડોન બ્રેડમેને માત્ર ૬૮ ઇનિંગ્સમાં ૨૫ સદી પુરી કરી હતી જ્યારે વિરાટ કોહલીએ ૧૨૭ ઇનિંગ્સમાં ૨૫ સદી પુરી કરી છે. સચિન તેંદુલકરે ૧૩૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સુનિલ ગાવસ્કરે પણ આ સિદ્ધિ ઉપર પહોંચવામાં ૧૩૮ ઇનિંગ્સ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ૨૫થી વધુ સદી ફટકારના કોહલી ૨૧મો બેટ્‌સમેન બની ગયો છે જ્યારે ભારત તરફથી આ સિદ્ધિ મેળવનાર તે ચોથો ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ છ સદી ફટકારી છે. માત્ર ૧૯ ઇનિંગ્સમાં આ છ સદી પુરી કરી છે. આ સિદ્ધિ વિદેશી ખેલાડીઓ પૈકી ખુબ ઓછા ખેલાડીઓ મેળવી શક્યા છે. ૪૫ ઇનિંગ્સમાં જેક હોપ્સે નવ સદી ફટકારી હતી જ્યારે વોલી હેમન્ડે ૩૫ ઇનિંગ્સમાં સાત સદી ફટકારી હતી. સચિન તેંડુલકર અને હર્બટે છ-છ સદી ફટકારી છે. ૧૯૯૦ બાદથી કોઇપણ ખેલાડીએ કોહલી કરતા વધુ સરેરાશ મેળવી નથી. કોહલીએ આ ઇનિંગ્સમાં ૧૦૦ રન બનાવ્યા ત્યારે ૬૩ રનની સરેરાશ મેળવી હતી. સચિન તેંડુલકરે ૫૨ રનની સરેરાશ મેળવી હતી. ઓસ્ટ્રેલિયામાં કોહલી માટે સદીનો આંકડો ખુબ ઉંચો રહ્યો છે. એશિયન બેટ્‌સમેનોની વાત કરવામાં આવે તો એકમાત્ર સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં વધુ સદી કરી છે. સચિને ૧૫ સદી એકંદરે ફટકારી છે. કોહલીએ કેપ્ટન તરીકે પણ મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. આ યાદીમાં તે બીજા સ્થાને છે. કેપ્ટન તરીકે સ્મિથે ૩૩ સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ૩૩ સદી ફટકારી હતી જ્યારે કોહલીએ ૩૪ સદી ફટકારી છે. કેપ્ટન તરીકે રિકી પોન્ટિંગે ૪૧ સદી ફટકારી છે. કેપ્ટન તરીકે કોહલીએ ટેસ્ટ મેચમાં ૧૮ અને વનડે ક્રિકેટમાં ૩૪ સદી ફટકારી છે. આની સાથે જ તેની કેપ્ટન તરીકેની કુલ સદી ૩૪ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ચાર સ્થળો ઉપર કોહલી સદી કરી ચુક્યો છે આ પૈકી એડિલેડમાં ત્રણ, મેલબોર્ન, સિડની અને પર્થમાં એક-એક સદીનો સમાવેશ થાય છે.

Related posts

श्रीलंका ने इंग्लैंड को 20 रनों से हराया

aapnugujarat

‘Really’ saying Shreyasunbelievable as captain of Delhi Capitals : Rabada

editor

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ : જોકોવિક પરાજિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1