Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ ધાર્મિક સ્વાતંત્ર્યના ઉલ્લંઘન મામલે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યું

પાકિસ્તાનની સરકારે અમેરિકાના ધાર્મિક સ્વાતંત્રના ઉલ્લંઘનમાં સામેલ કરવાના નિર્ણયનો અસ્વીકાર કરી દીધો છે. મંગળવારે અમેરિકાએ પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કરતું રાષ્ટ્ર ગણાવ્યું હતું. અમેરિકાની સરકારે વાર્ષિક યાદીના રાજ્યોમાં પાકિસ્તાનને ધાર્મિક સ્વાતંત્ર્યના આક્રમક ઉલ્લંઘનમાં સંલગ્ન દેશ તરીકે નિયુક્ત કર્યો છે. જેના જવાબમાં પાકિસ્તાને આ નિર્ણયને એકતરફી અને રાજકીય પ્રેરિત ગણાવ્યો હતો. પાકિસ્તાનની ફોરેન ઓફિસે આપેલા નિવેદન અનુસાર, પાકિસ્તાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ધાર્મિક સ્વાતંત્ર્યના વાર્ષિક રિપોર્ટને એકતરફી અને રાજકીય પ્રેરિત ઘોષણા ગણાવીને તેનો અસ્વીકાર કરે છે.
મંગળવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા સહિત અન્ય ૭ દેશોને ’ધાર્મિક સ્વાતંત્ર્યના ઉલ્લંઘન’માં સંલગ્ન દેશો ગણાવ્યા હતા.
પાકિસ્તાન સરકારે જણાવ્યું કે, આ અનિચ્છનીય જાહેરાતમાં પૂર્વગ્રહો ઉપરાંત પણ કેટલાંક ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. આ વાર્ષિક રિપોર્ટથી તદ્દન વિરૂદ્ધ પાકિસ્તાનમાં બહુ-ધાર્મિક અને બહુવાદી સમાજ છે જ્યાં અલગ અલગ ધર્મને પાળતા લોકો એકસાથે રહે છે. પાકિસ્તાનમાં ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ પાળવામાં આવે છે. પાકિસ્તાનનું બંધારણ કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર લઘુમતિઓને સમાન સારવારની ખાતરી આપે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે, પાકિસ્તાનને એવી યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત પોતાના દેશમાં લઘુમતિઓ પર અત્યાચાર કરે છે.

Related posts

भारत ने रूस के साथ साइन की ऐंटी-टैंक मिसाइल डील

aapnugujarat

Mehul Choksi would be extradited to India after he exhausts his appeals :Antigua and Barbuda PM Browne

aapnugujarat

લાહોરમાં દરગાહની બહાર બ્લાસ્ટ : ૯નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1