Aapnu Gujarat
બ્લોગ

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

આને વિજ્ઞાનનો ચમત્કાર કહો કે, માણસની કાબેલિયત. પરંતુ, આ સાચુ છે કે, હવે તે દિવસો દૂર નથી કે, જ્યારે પશુઓના અંગ માણસના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એટલે કે, હવે પ્રત્યારોપણ માટેના અંગ મેળવવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહી રહે.
દુનિયાભરમાં હાલમાં અંગ દાનને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, તો આ બાજુ વિજ્ઞાને નવો આવિસ્કાર કરી અંગ પ્રત્યારોપણની સમસ્યાને પહોંચી વળવા નવી રીત શોધી કાઢી છે. સારવાર ક્ષેત્રે વૈજ્ઞાનિકો ઝડપથી ક્રાંતીકારી પગલા વધારી રહ્યા છે. જાણકારી અનુસાર, ગંભીર બીમારીથી પરેશાન લોકોના શરીરમાં ભૂંડનું હૃદય લગાવવાની સંભાવના ઘણી વધી ગઈ છે.
જર્મનીના વૈજ્ઞાનિકોએ પૂરા મેડિકલ અથવા વિજ્ઞાન જગતને પોતાના નવા પ્રયોગથી આશ્ચર્યમાં નાખી દીધા છે. તેમણે એક વાંદરાની પ્રજાતીના શરીરમાં સફળતા પૂર્વક ભૂંડનું હૃદય લગાવવામાં સફળતા મેળવી છે. ભૂંડનું હૃદય લગાવ્યા બાદ આ વાંદરો ૬ મહિનાથી વધારે સમય જીવીત રહ્યો હતો.
વૈજ્ઞાનિકોએ આને મીલનો પથ્થર બતાવ્યો છે. એક પશુના સ્વસ્થ્ય હૃદયને બીજી પ્રજાતીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયાને એક્સેનાટ્રાંસપ્લાન્ટેશન કહેવામાં આવે છે. નેચરલ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયાથી ભવિષ્યમાં માણસને પણ નવું જીવન આપી શકાશે. પ્રત્યારોપણ માટે ભૂંડની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવ્યો, જેથી બીજી પ્રજાતિની પ્રતિક્રિયાને દબાવી શકાય.

Related posts

मोदी को अपना विकास छुपाना पडा केजरीवाल का विकास सारी दुनिया देखेंगी

aapnugujarat

ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યો : રિસર્ચ

editor

ઓનલાઈન સેક્સ પીરસનારા ૯૦,૦૦૦ યુઝર્સ પર ટિ્‌વટરે કાતર ફેરવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1