Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસને સફળતા મળતા રાહુલ ગાંધીનું કદ વધશે

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવ બાદ હવે રાહુલ ગાંધીનના નેતૃત્વમાં અન્ય પાર્ટીઓને પણ વિશ્વાસ વધ્યો છે. ગયા વર્ષે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીથી પહેલા રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એ વખતે રાહુલ ગાંધીને સંપૂર્ણ નિષ્ફળતા હાથ લાગી હતી. જો કે હવે રાહુલ ગાંધીને સફળતા મળી છે. તેમના ઝંઝાવતી પ્રચાર અને પ્રજા વચ્ચે ઉઠાવવામાં આવેલા બેરોજગારી, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાની અસર દેખાઈ છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દાને રાહુલ ગાંધીએ સફળરીતે ચગાવવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ ખેડૂતોના મુદ્દાને ચગાવવાનો લાભ પણ મળ્યો છે. રાહુલ ગાંધી આ વખતે સફળરીતે આક્રમક યોજના સાથે મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને હવે આગામી દિવસોમાં વધારે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક મળશે. ૨૦૧૯ની ચૂંટણી માટે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ચંદ્રાબાબુ નાયડુ જેવા પક્ષો સાથે ગઠબંધન કરવામાં પણ સરળતા રહેશે. રાહુલ ગાંધીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં પૂર્ણ તાકાત લગાવી દીધી હતી અને જોરદાર પ્રચાર કર્યો હતો. જેના કારણે પાર્ટીને લાભ થયો છે. વિવિધ રાજ્યોમાં હવે કોંગ્રેસને સફળતા મળ્યા બાદ વિપક્ષી ગઠબંધનની તક મજબુત બનશે. સફળતા મળવાથી કોંગ્રેસનુ કદ વિરોધ પક્ષોમાં મજબુત બનશે. બીજી બાજુ ભાજપના સાથી પક્ષો સાથ છોડી શકે છે જેમાં શિવ સેનાનો સમાવેશ થાય છે. ગઇકાલે જ કુશવાહની પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો. હજુ ભાજપને કેટલાક ફટકા પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક નવા સમીકરણ રચાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પાંચ રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગે પોલમાં કોંગ્રેસની સ્થિતી સારી દર્શાવવામાં આવી હતી.

Related posts

एससीओ सम्मेलन: अगले हफ्ते होगी PM मोदी और शी की मुलाकात

aapnugujarat

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

अन्त्योदय से बनेगी विकसित भारत की तस्वीर : मनोज तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1