Aapnu Gujarat
ગુજરાત

ટ્રાફિક કર્મચારીને કેમેરા સાથેના હેલમેટ આપવાની શરૂઆત

ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ, રોંગ સાઇડમાં આવરતા વાહનો, હેલમેટ ન પહેરનારા લોકો સામે કડક ડ્રાઇવ ચાલુ કરી છે. પોલીસ હેલમેટ નહીં પહેરનારા લોકોને પકડે છે ત્યારે લોકો ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઝપાઝપી કરે છે.
કેટલાક કિસ્સામાં તો વાહનચાલકો પોતાના હોદ્દાનો કે પરિવારના મોભીના હોદ્દાનો પાવર બતાવી દંડ ભરવાનો ઇનકાર કરી પોલીસ કર્મચારીને બદલી તેમજ સસ્પેન્ડ કરાવાની ધમકી આપે છે.પોલીસ કમિશનર એ.કે. સિંઘે ટ્રાફિક કર્મચારીને કેમેરા સાથેના હેલમેટ આપવાની શરૂઆતના ભાગરૂપે પ્રાયોગીક ધોરણે એક હેલમેટ એક ટ્રાફિકકર્મીને આપ્યું છે. જેમાં કેમેરાનું રેકોર્ડિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જોઈ શકાશે. જો કોઇપણ ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરશે કે ગેરવર્તણૂક કરશે તે તમામ કેમેરામાં રેકોર્ડ થશે. પોલીસ કોઇની સામે ફરિયાદ કરશે નહીં. પણ જો કોઇએ પોલીસ સામે ખોટી ફરિયાદ કે આક્ષેપો કર્યા તો આ રેકોર્ડીગ પુરાવા રીતે બતાવામાં આવશે અને ફરિયાદ ખોટી પુરવાર થાય તો તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે.સાથે જ આ કેમેરા દ્વારા જો સિગ્નલ પર વધારે ટ્રાફિક હોય અને પોલીસ ફોર્સ મોકલવાની જરૂર પડે તો તેના મોનીટરીંગ માટે પણ ઉપયોગ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો ન પાળનારા અને ઉપરથી પોલીસ સામે આક્ષેપ કરનારાઓ સામે પોલીસે આ ખાસ કેમેરા હેલમેટનો ઉપયોગ શરું કર્યો છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા તમામને અનુરોધ

aapnugujarat

राज्य के ५१ जलाशय १०० फीसदी से ज्यादा भर गया

aapnugujarat

રાજદ્રોહ કેસ : હાર્દિક સામે જામીનપાત્ર વોરંટ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1