Aapnu Gujarat
મનોરંજન

લગ્ન પછી હું અને દીપક ભાઈ-બહેન બનીને રહીશું : રાખી સાવંત

રાખી સાવંતે પોતાના લગ્નનો કાર્ડ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં વેન્યૂ લોસ એન્જેલસ લખ્યું છે. સાથે જ લગ્નની તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. લગ્નની ડેટ સામે આવ્યા પછી રાખી અને દીપક સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો શેર કરી ચૂક્યા છે.
આ વીડિયોમાં તેઓ પોતાના લગ્નની ડિટેલ આપી રહ્યા છે. હાલમાં જ દીપક અને રાખીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંનેએ ખૂબ ડ્રામા કર્યા અને મીડિયા સામે અશ્લીલ વાત કરતા નજર આવ્યા હતા. રાખીએ કહ્યું, ’મેં સાંભળ્યું છે કે દીપિકા પાદુકોણે પોતાના લગ્નમાં ૧ કરોડનો લહેંગો પહેર્યો હતો તો તે હિસાબે મારા લગ્નમાં ૮ કરોડનો લહેંગો હોવો જોઈએ.’
તેણે વધુમાં કહ્યું કે, ’લગ્ન પછી હું અને દીપક કલાલ ભાઈ-બહેન બનીને રહીશું. લગ્નના રિસેપ્શનમાં મેં શાહરૂખ, સલમાન, કરીના અને દીપિકાના ઇનવાઇટ કર્યા છે.’ દીપકે કહ્યું કે, ’અમારા લગ્નનું બજેટ વધારે નથી માત્ર ૭૦ કરોડ છે.’ તેના ઉપર રાખીએ તેને અટકાવ્યો અને ૮૫ કરોડની વાત કરી અને કહ્યું કે ૧૫ કરોડ ક્યાં ગયા? તો દીપકે જવાબ આપતા કહ્યું, ’થોડા પૈસા કપડામાં ખર્ચ થઈ ગયા.’
એટલું જ નહીં આ દરમિયાન રાખીએ ગાળો પણ આપી હતી. જણાવી દઈએ કે રાખી અને દીપકે જે વીડિયો શેર કર્યા છે તેમાં તેમણે જણાવ્યું કે તેઓ કેલા મેરેજ કરશે. સાથે જ બંનેએ ન્યૂડ વેડિંગની પણ વાત કહી હતી. રાખીએ એ પણ જણાવ્યું હતું કે તેના લગ્નમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે.

Related posts

અદિતી રાવ હેદરીની ભૂમિ ફિલ્મનુ શુટિંગ જારી

aapnugujarat

मैंने स्मिता के खिलाफ कठोर बातें की थीं : शबाना आजमी

aapnugujarat

ભારતમાં જનજાગૃતિ માટે પ્રિયંકા ચોપરા ફેસબુકની સહયોગી બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1