અદિતી રાવ હૈદરી હાલમાં કુલ ત્રણ મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં સંજય દત્ત સાથેની ભૂમિ, ઔર દેવદાસ અને પદ્માવતિનો સમાવેશ થાય છે. પદ્માવતિ ફિલ્મ સૌથી પહેલા રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે ઔર દેવદાસ અને ભૂમિ ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરાઇ નથી. જ્યારે પદ્માવતિ ૧૭મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં શાહિદ કપુર, રણવીર સિંહ અને દિપિકા છે. ભૂમિમાં સંજય દત્તની પુત્રી તરીકેની ભૂમિકાંમાં તે નજરે પડનાર છે. જ્યારે પદ્માવતિને પણ ૧૭મી નવેમ્બરના દિવસે જ રજૂ કરવામાં આવનાર છે. ઓમંગકુમારની આગામી ફિલ્મ ભૂમિમાં અદિતીરાવ હૈદરી સંજય દત્તની પુત્રીની ભૂમિકા અદા કરી રહી છે. તેની ભૂમિ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે. સંજય દત્તની આ ફિલ્મનું નામ ભૂમિ રાખવામાં આવ્યું છે. અદિતીરાવ ટાઈટલ રોલ કરી રહી છે, તેની આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ હોવાથી કેરિયરમાં નવો વળાંક આવી શકે છે. અદિતીરાવે આ સંદર્ભમાં માહિતી આપતાં કહ્યું છે કે તે, સંજય દત્તની પુત્રીની ભૂમિકા અદા કરીને ભારે ખુશ છે. સરબજીત ફિલ્મનાં સંદર્ભમાં પૂછવામાં આવતાં અદિતીએ કહ્યું હતું કે, આ ફિલ્મ તેનાં માટે સીમાચિન્હરૂપી હતી કારણ કે આ ફિલ્મમાં તેની સાથે ઐશ્વર્યારાય બચ્ચન અને રણદીપ હુડા જેવા કલાકારો હતાં. આ ફિલ્મને લીધે તેને ઘણાં નવા અનુભવ થયા હતાં. અદિતીએ એમ પણ કહ્યું છે કે તે હવે કેટલાંક મોટાં બેનરની ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદમાવતીનો સમાવેશ થાય છે જેમાં તે અલાઉદ્દીન ખિલજીની પત્નીની ભૂમિકામાં નજરે પડશે.
પાછલી પોસ્ટ