Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફરાર આર્થિક અપરાધીઓ પર સકંજો જમાવવા મોદી સુસજ્જ

ભારતમાંથી ફરાર થયેલા શરાબ કારોબારી વિજય માલ્યા સહિત અન્ય ફરાર આર્થિક અપરાધીઓ ઉપર સકંજો મજબૂત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક યોજના તૈયાર કરી લીધી છે. આર્થિક અપરાધીઓ ઉપર મોદી સરકાર સકંજો જમાવશે. અપરાધીઓ ઉપર કેન્દ્ર સરકારે અંકુશ મુકવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આવા અપરાધોને રોકવાની સાથે સાથે ફરાર અપરાધીઓને કાયદાકીયરીતે સકંજામાં લેવા તૈયારી કરવામાં આવી છે. વડાપ્રધાને જી-૨૦ દેશોની સાથે મળીને એક કઠોર પહેલ કરી છે. ભારતે ફરાર આર્થિક અપરાધીઓનો સામનો કરવા માટે તૈયારી કરી છે. તેમનો સામનો કરવા માટે તેમની ઓળખ, પ્રત્યાર્પણ અને તેમની સંપત્તિ જપ્ત કરવા માટે જી-૨૦ દેશો પાસેથી એક મજબૂત અને સક્રિય સહકારની માંગ કરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય નાણા અને કરવેરા વ્યવસ્થા પર જી-૨૦ શિખર બેઠકના બીજા દિવસે આર્થિક અપરાધીઓની સામે નવ સુત્રીય એજન્ડાને રજૂ કરતા મોદીએ કહ્યું હતું કે, ફરાર આર્થિક અપરાધીઓને પ્રવેશ આપવા અને સુરક્ષિત આશરો આપવાથી રોકવા માટે સભ્ય દેશો દ્વારા સંયુક્ત પ્રયાસથી એક તંત્ર અને પ્રક્રિયા બનાવવાની જરૂરિયાત દેખાઈ રહી છે. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે, જી-૨૦ ફોરમને પોતાના દેશ માટે ભારે દેવું કરીને ફરાર થઇ ગયેલા લોકોને સકંજામાં લેવાની જરૂર છે. જંગી દેવાને ચુકવ્યા વગર બીજા દેશોમાં આશરો લેનાર આર્થિક અપરાધીઓની સંપત્તિની ઓળખ કરીને કઠોર કાર્યવાહી કરવાની વિચારણા કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયાઓમાં સહકાર જેવા મુદ્દા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અપરાધીઓની સંપત્તિને જપ્ત કરવા, તેમના સ્વદેશ પ્રત્યાર્પણની ખાતરી કરવાના પગલા લેવા જોઇએ.
વડાપ્રધાને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે સંયુક્તરાષ્ટ્ર સંમેલનના સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધની સામે સંયુક્ત રાષ્ટ્ર કરાર, ખાસ રીતે આંતરરાષ્ટ્રીય સહકાર સાથે સંબધિત સિદ્ધાંતોને પૂર્ણરીતે પ્રભાવી બનાવવાની જરૂરિયાત દેખાઈ રહી છે. મોદીએ કહ્યું હતું કે, ફરાર આર્થિક અપરાધીઓની એક પરિભાષા નક્કી કરવાનું કામ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવે તે જરૂરી છે. એફએટીએફને ફરાર આર્થિક અપરાધીઓનો સામનો કરવા માટે તેમની ઓળખ કરીને તેમના પ્રત્યાર્પણની ખાતરી કરવી જોઇએ. આના પર તમામ દેશોની સહમતી રહે તે પણ ખુબ જરૂરી છે. જી-૨૦ દગેશોમાં આવા મામલાઓનો નિકાલ લાવવામાં મદદ મળશે. ભારતે પ્રત્યાર્પણના સફળ મામલા, પ્રત્યાર્પણની વર્તમાન પ્રણાલીમાં ખામી અને કાયદાકીય સહાયતાને લઇને અનુભવ રજૂ કરતા એક સંયુક્ત પ્લેટફોર્મ બનાવવાની તરફેણ કરી હતી અને કહ્યું હતું કે, જી-૨૦ ફોરમને ફરાર આર્થિક અપરાધીઓની સંપત્તિઓની ઓળખ મેળવીને વિચાર કરવાની જરૂર છે.

Related posts

આંદામાન નિકોબારના વન્યમાં ટ્યુરિસ્ટની હત્યા

aapnugujarat

डोंगरी इमारत हादसा : 12 लोगो की मौत, 40 से ज्यादा लोग फसने की आशंका

aapnugujarat

भ्रष्टाचार का आरोप लगने पर बिहार के शिक्षा मंत्री ने दिया इस्तीफा

editor

Leave a Comment

UA-96247877-1