Aapnu Gujarat
રમતગમત

પોવારના નિવેદન પર ભડકી મિતાલીઃ મારી દેશભક્તિ પર શંકા કરાઈ

ટી-૨૦ વિશ્વકપમાં બેટિંગના ક્રમને લઇ સંન્યાસની ધમકીઓ, નખરાઓ અને ટીમમાં અવ્યવસ્થા ફેલાવવાના કોચ રમેશ પોવારના આરોપો પર જવાબ આપતા સીનિયર ક્રિકેટર મિતાલી રાજએ કહ્યું,’આ મારા જીવનનો સૌથી કાળો દિવસ છે’. મિતાલીએ પહેલા પોવાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેને બરબાદ કરવા માંગે છે, જ્યારે કોચે ટી-૨૦ વિશ્વકપ પર પોતાની રિપોર્ટમાં ટૂર્નામેન્ટ દરમિયાન તેમના વલણ પર સવાલો ઉઠાવ્યા હતાં.
ભારતને સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે હરાવ્યું અને તે જ મેચમાં મિતાલીને બહાર બેસાડવા પર વિવાદ ઉદ્ભવ્યો હતો. મિતાલીઓ પોતાના આરોપો પર પોતાના ટ્‌વીટર પેજ પર લખ્યુ,’હું આ તમામ આરોપોથી ખુબ જ દુખી છુ. રમત પ્રત્યે મારી પ્રતિબદ્ધતા અને દેશ માટે ૨૦ રમવા દરમિયાન મારી મહેનત, પરસેવો તમામ બેકાર ગયું.’ તેણે કહ્યું,’આજે મારી દેશભક્તિ પર શંકા કરવામાં આવી રહી છે. મારા કૌતુક પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને મારા પર કાદવ ફેંકવામાં આવી રહ્યો છે. આ મારા જીવનનો સૌથી કાળો દિવસ છે. ભગવાન મને શક્તિ આપે.’
મિતાલી અને કોચ વચ્ચેના આ વિવાદે ભારતીય મહિલા ક્રિકેટને ચર્ચામાં લાવી દીધા છે. મિતાલીએ પહેલા પોવારને પ્રશાસકોની સમિતિની સભ્ય ડાના એડુલજી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ડાયનાએ તેના વિરૂદ્ધ પોતાના પદનો દુરપયોગ કર્યો, જ્યારે પોવારે તેને અપમાનિત કર્યા.
બીજી બાજૂ પોવારે પોતાની દસ પાનાની રિપોર્ટમાં વિસ્તારથી જાણકારી આપી. તેમા પાંચ પન્નામાં મિતાલી વિશે લખતા તેમણે કહ્યું કે, તેણે ઇનિંગની શરૂઆત કરવાની તક ન આપતા પ્રવાસ અદ્ધ વચ્ચે છોડવાની ધમકી આપી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તે ટીમ માટે નહી પરંતુ પોતાના અંગત રેકોર્ડ માટે રમે છે.

Related posts

राहुल द्रविड़ बने नेशनल क्रिकेट अकादमी के हेड : बीसीसीआई

aapnugujarat

Gambhir expressed happiness over inclusion of Sanju Samson in team against Bangladesh

aapnugujarat

નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : વિલાન્ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1