Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ

બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી અથવા રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી છે. તહેવારની સીઝનમાં ફંડની ભારે ડિમાન્ડ હતી ત્યારે એનબીએફસી પાસેથી ધિરાણ ઘટી ગયું હતું. બેંકો પાસે પણ નાણાં ન હોવાના કારણે તેણે ઉછીનું ફંડ મેળવવાનું ચાલુ રાખ્યું હતું. ચાલુ વર્ષમાં ૮ ઓક્ટોબરથી એક મહિના દરમિયાન દૈનિક નેટ બોરોઇંગનું પ્રમાણ ૭૧.૦૦૦ કરોડથી ૧.૪ લાખ કરોડ વચ્ચે હતું તેમ બ્લૂમબર્ગના આંકડા દર્શાવે છે ઓક્ટોબર ૨૦૧૫ અને જૂન ૨૦૧૬ વચ્ચે સૌથી લાંબા ગાળા માટે આ ખાધ સૌથી વધારે હતી.
બેંકો દ્વારા લિક્વિડિટી એડ્‌જસ્ટમેન્ટ ફેસિલિટી મારફત ઋણ લેવામાં વધારો થયો હતો. પરંતુ ઇન્ટરબેન્ક માર્કેટે હજુ એટલો તણાવ દર્શાવ્યો નથી કારણ કે ઓવરનાઇટ કોલ મની રેટ આરબીઆઇના રેપો રેટની નજીક છે.નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સિસ્ટમ લિક્વિડિટી શોર્ટેજ સામાન્ય કરતાં વધુ ચુસ્ત હતી. એક શક્યતા એ છે કે સરકારે વધારે ટેક્સ રેવન્યુ મેળવી છે અને આરબીઆઇ પાસે તે જંગી બેલેન્સ ધરાવે છે. તેણે પગાર સિવાયનાં નાણાં ડિસ્બર્જ કર્યા નથી.
એનબીએફસીને મ્યુચ્યુઅલ ફંડ પાસેથી નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી બજારમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની અછત વધારે વ્યાપક થઈ છે.મ્યુચ્યુઅલ ફંડ્‌સ એનબીએફસીમાં નવું રોકાણ કરતા ખચકાય છે.
તહેવારના કારણે ફંડની ઉપલબ્ધતામાં ખાધ પેદા થઈ હોવાથી ઓક્ટોબરમાં કેશ હોલ્ડિંગ અને નેન એફપીઆઇ આઉટફ્લોમાં વધારો થયો હતો. બેન્કિંગ ક્રેડિટમાં અમુક પિક અપ જોવા મળ્યું છે. એનબીએફસીની ચિંતાએ પણ સમસ્યાને વધુ ગંભીર બનાવી હતી. બજારમાં કોન્ફિડન્સ અને સામાન્ય સ્થિતિનો અભાવ હોવાથી ક્રેડિટ માર્કેટ માટે સારી સ્થિતિ નથી.
વ્યાજના દર વધુ ચુસ્ત બને તો ક્રેડિટ વિસ્તરણને અસર થવાની શક્યતા છે.૨૬ ઓક્ટોબરે પૂરા થયેલા પખવાડિયામાં બેન્ક લોનમાં ૧૪.૪ ટકાના તંદુરસ્ત દરે વધારો થયો હતો જે પાંચ વર્ષમાં સૌથી સારો દેખાવ હતો.
ઓક્ટોબરમાં એફપીઆઇએ ૩૮,૯૦૬ કરોડની સ્થાનિક ડેટ સિક્યોરિટી અને ઇક્વિટીનું વેચાણ કર્યું હતું જે ચાલુ કેલેન્ડ વર્ષમાં સૌથી ઊંચો માસિક આઉટફ્લો હતો તેમ નેશનલ ડિપોઝિટરી સિક્યોરિટીઝના આંકડા દર્શાવે છે.

Related posts

સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી

aapnugujarat

સોરાબુદ્દીન પ્રકરણમાં ૨૧ ડિસેમ્બરે ચુકાદો જાહેર થશે

aapnugujarat

PM Modi inaugurates Parliament House Annexe Extension Building

aapnugujarat

Leave a Comment

UA-96247877-1