Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૧ ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર

સંસદનું શિયાળું સત્ર ૧૧ ડિસેમ્બરે શરૂ થશે જે ૮ જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે જણાવ્યું કે, સંસદિય મામલાઓ પર કેબિનેટ કમિટીએ નિર્ણય કર્યો કે, આગામી શિયાળું સત્ર ૧૧ ડિસેમ્બરે ૨૦૧૮ થી ૮ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ચાલશે.કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીની બેઠકમાં મંગળવારે રાત્રે તેમના નિવાસસ્થાને મળી અને સત્રની તારીખ પર ચર્ચા વિચારણા થઇ. સંસદના શિયાળું સત્ર સામાન્ય રીતે નવેમ્બરમાં શરૂ થતું હોય છે પરંતુ સતત આ બીજું વર્ષ છે જ્યારે સત્ર ડિસેમ્બરમાં શરૂ થયુ હોય. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે આ વર્ષે સત્રમાં મોડું થયું છે.૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં આ છેલ્લું પૂર્ણ સત્ર હશે. તેવામાં આ સત્ર હોબાળાપૂર્ણ રહેવાની શક્યતાઓ સેવાઇ રહી છે. વિરોધી પક્ષો અલગ-અલગ મુદ્દે સરકારને ઘેરશે જ્યારે વધુમાં વધું બીલ પાસ થાય તેવ સરકારનો પ્રયત્ન રહેશે.સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે કહ્યું, અમે દરેક પક્ષોનો સહયોગ અને સમર્થન ઇચ્છીએ છીએ જેથી સત્ર દરમિયાન સંસદનું સંચાલન સુચારુરૂપે થઇ શકે.

Related posts

GDP વિકાસનો દર ઘટીને ૭.૧ ટકા

aapnugujarat

તંગદિલી ઘટી : નાથુલાના રસ્તે કૈલાશ યાત્રાને મંજુરી

aapnugujarat

રાહુલ ગાંધીની કોંગી નેતાઓને સલાહ : અંબાણી ગ્રુપની કંપનીનો કેસ ન લડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1