Aapnu Gujarat
ગુજરાત

સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીના પગાર અટક્યા

રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓની દિવાળીના તહેવારની મજા બગડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સર્વરની ટેકનીકલ ખામીને લઇ શહેરની પુરવઠા કચેરીના કર્મચારીઓનો ઓકટોબર માસનો પગાર આજે પણ બેંક ખાતામાં જમા થઇ શકયો ન હતો. જેને લઇ કર્મચારીઓ અને અધિકારવર્ગમાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી છવાઇ છે. રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓનો પગાર આમ તો સામાન્ય સંજોગોમાં નિયમિત રીતે થઇ જતો હોય છે પરંતુ આ વખતે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલના સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા અમદાવાની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના કર્મચારીઓ-અધિકારીઓનો પગાર સલવાયો છે. હજુ સુધી આજે દિવાળીના આગલા દિવસ સુધી કર્મચારીઓનો પગાર ખાતામાં જમા થયો નથી, જેને લઇ કચેરીના કર્મચારીઓ-અધિકારીઓમાં દિવાળીના તહેવાર ટાણે જ પગારની તંગી ઉભી થતાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી ફેલાઇ છે. ખાસ કરીને પુરવઠા કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓના પરિવારજનોની દિવાળીને લઇ ખરીદી સહિતના કામો અટવાઇ પડયા છે. જો કે, સરકારના સત્તાધીશો મોડે મોડે પણ કર્મચારીઓનો પગાર થઇ જાય અને તેમની દિવાળીની મજા બગડે નહી તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

जिंदगी सवारने के लिए मुस्लिम लडकियों ने शुरु किया पुताई काम, परिवार ने दिया सपोर्ट

aapnugujarat

ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શુક્રવારે ‘રસ્તા રોકો’ આંદોલન

aapnugujarat

જસદણમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1