Aapnu Gujarat
મનોરંજન

‘નાયિકા પ્રધાન’ શબ્દ મને જરાય ગમતો નથી : રિચા ચડ્ડા

હોનહાર અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે મને નાયિકા પ્રધાન ફિલ્મો એવો શબ્દ જરાય ગમતો નથી. ફિલ્મ એટલે ફિલ્મ એમાં નાયિકા પ્રધાન એટલે શું ? ૨૦૧૨માં શ્રીદેવીની ઇંગ્લીશ વીંગ્લીશ ફિલ્મ આવી ત્યાર બાદ મેં પહેલીવાર આ શબ્દ સાંભળ્યો હતો. અગાઉ સિનિયર અભિનેત્રી નૂતનથી માંડીને મીના કુમારી અને છેક રાની મુખરજી સુધીની અભિનેત્રીઓએ આ પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એ સમયે કેમ નાયિકા પ્રધાન ફિલ્મો એવો શબ્દ પ્રયોગ કરાયો નહોતો ? તમે પુરુષ પ્રધાન કથા ધરાવતી ફિલ્મોને કદી નાયક પ્રધાન એવું કહો છો ખરા ? નહીં ને, તો પછી આ નાયિકા પ્રધાન શબ્દ ક્યાંથી આવ્યો ? મને આ શબ્દ જરાય ગમતો નથી’ એમ રિચાએ કહ્યું હતું.
એણે કહ્યું કે અગાઉ નર્ગિસ દત્ત, મીના કુમારી, નૂતન, શ્રીદેવી વગેરે અભિનેત્રીઓએ પોતાના ખભા પર આખી ફિલ્મો ઊંચકી લઇને સુપરહિટ બનાવી હતી. પરંતુ કદી કોઇએ નાયિકા પ્રધાન એવો શબ્દ ઉચ્ચાર્યો નહોતો. એક આખી પેરેલલ સિનેમા નામની પેઢી આવી ગઇ જેમાં સ્મિતા પાટિલ, શબાના આઝમી, દીપ્તિ નવલ, મીતા વશિષ્ઠ, નીના ગુપ્તા વગેરે અભિનેત્રીઓએ ફિલ્મને પોતાના ખભા પર ઊંચકી લીધી હતી. ત્યારે પણ આવો શબ્દ પ્રયોગ થયો નહોતો.

Related posts

બિનપરંપરાગત ફિલ્મો સદા સુરક્ષિત રાખે છે : આયુષમાન

aapnugujarat

पद्मावत का अनुभव कलाकार के लिए डराने वाला : शाहिद

aapnugujarat

जल्द ही एक हिंदी फिल्म करने वाला हूं : धनुष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1