Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિવાળી પહેલા રાંધણ ગેસના ભાવમાં ભડકો

દિવાળીના તહેવાર પહેલા મોઁઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થયો છે. સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ૨.૯૪ રૂપિયા અને વગર સબ્સિડીવાળા એલપીજી સિલેન્ડરની કિંમતમાં ૬૦ રૂપિયાનો વઘારો ઝીંકાયો છે. ભાવ વધારો આજે રાતથી લાગુ થશે.
નવી દિલ્હીની વાત કરીએ તો અહીં સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨.૯૪ રૂપિયા વધતા ૫૦૫.૩૪ રૂપિયા થયા છે. જ્યારે સબ્સિડી વગરના સિલિન્ડરમાં ૬૦ રૂપિયા વધારો થતા તેની કિંમત ૯૩૯ રૂપિયા થઈ ગઈ છે.
સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં જૂનથી આજ સુધી ૬ વખત વધારો થયો છે. ત્યારથી અત્યાર સુધી ૧૪.૧૩ રૂપિયાનો વધારો થયો છે.સિલિન્ડરના બેસ પ્રાઈસમાં બદલાવ અને તેના પર ટેક્સની અસરથી ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સરેરાશ આતંરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દર અનુસાર એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. જેના આધારે સબ્સિડી કિંમતમાં દર મહીને બદલાવ થાય છે.જ્યારે આતંરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થાય છે ત્યારે સરકાર વધારાની સબ્સિડી આપે છે. પરંતુ ટેક્સના નિયમો અનુસાર રાંધણ ગેસ પર જીએસટની ગણતરી ઇંધણના બજાર મૂલ્યના આધરે જ નક્કી કરવામાં આવે છે. એવામાં સરકાર ઇંધણની કિંમતના એક હિસ્સાને સબ્સિડી તરીકે આપી શકે છે પરંતુ ટેક્સની ચુકવણી બજારના દર પ્રમાણે કરવાની હોય છે જેના કારણે કિંમતોમાં વધારો થાય છે.

Related posts

अंतरिक्ष और काउंटर-स्पेस क्षमताओं का आकलन करने अतंरिक्ष में युद्धाभ्यास कर सकता है भारत

aapnugujarat

DK Shivakumar hospitalised

aapnugujarat

DMK urges Centre to withdraw draft National Education Policy 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1