Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટી વસુલાત આંકડો ૧ લાખ કરોડ પહોચ્યોં

જીએસટી વસુલાતનો આંકડો ઓક્ટોબર મહિનામાં એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસુલાત એક મહિના માટે એકત્રિત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. જીએસટી વસુલાત અગાઉ પાંચ મહિનાઓ સુધી ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ચુકી છે. ઓક્ટોબર ૨૦૧૮ માટે વસુલાતનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જીએસટીની સફળતા નીચા રેટ, ઓછી કરચોરી, સારી સુવિધા અને એકમાત્ર ટેક્સ જેવી બાબત રહેલી છે. કરવેરા અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી પણ નહીવત જેવી થઇ છે. નાણામંત્રીએ આજે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, જીએસટી વસુલાતનો આંકડો આશાસ્પદરીતે વધી રહ્યો છે. આ આંકડો હજુ પણ વધે તેવા સંકેત છે. આ નાણાંકીય વર્ષ માટે નાણામંત્રાલય દ્વારા એક ટ્રિલિયન રૂપિયા અથવા તો એક લાખ કરોડ રૂપિયાનો આંકડો નક્કી કર્યો હતો. ૨૨મી જુલાઈના દિવસથી અનેક પ્રોડક્ટ પર જીએસટી રેટમાં ઘટાડો થઇ ચુક્યો છે. કલેક્શનનો આંકડો અવિરતપણે વધી રહ્યો છે. જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદથી સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. આને લઇને અડચણો હવે દૂર થઇ ચુકી છે. સરકાર દ્વારા કારોબારીઓ અને વેપારીઓના હિતમાં શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા બાદ તેની અડચણો હવે દૂર થઇ છે અને વસુલાતમાં વધારો થઇ રહ્યો છે.

Related posts

SC stays Delhi HC order allowing AgustaWestland case accused Rajeev Saxena to go abroad

aapnugujarat

PNB scam case: U.K. court extends remand of fugitive Nirav Modi till June 27

aapnugujarat

ઈમરજન્સી વેળા કોંગ્રેસે દેશને જેલ બનાવી હતી : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1