Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ ડીઆરઆઈની ટીમે મુંદ્રા પોર્ટ પરથી ૨૦ કરોડની દાણચોરી પકડી

અમદાવાદ ડીઆરઆઈની ટીમે કચ્છના મુંદ્રા પોર્ટ પર દરોડો પાડીને કોસ્મેટિક, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, ઘડિયાળો સહિતની ૨૦ કરોડની લકઝુરિયસ આઈટમનો ખજાનો પકડી પાડયો હતો. અગરબત્તી માટે વાંસની સળી મગાવી હોવાનું જાહેર કરીને દાણચોરોએ માલ-સામાન મગાવ્યો હતો તે પકડી પાડીને એક ગાંધીધામ અને એક મુંબઈના સ્મગલરની ધરપકડ કરી છે. બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
આ ઘટનાની વિગતો એવી છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિઝન્સના અમદાવાદ યુનિટને બાતમી મળી હતી કે ગાંધીધામની એક પેઢી મુંબઈ અને ચાઈનાની સ્મગલિંગ કરતી સિન્ડીકેટ સાથે રહીને લકઝુરિયસ સ્મગલિંગ ગુડઝ લાવે છે.
પેઢીએ અગરબત્તી બનાવવા માટે વાંસની સળી લાવ્યા હોવાનું જાહેર કર્યું હતું.પરંતુ બાતમી સચોટ હોય ડીઆરઆઈના ઓફિસરોએ ગાંધીધામમાં આ પેઢીના ઘરે દરોડા પાડીને તપાસ કરતા ૪૦ ફૂટ લાંબુ કન્ટેનર મળી આવ્યું હતું. જેની તલાશી લેતા તેમાંથી ૪૭૪ કાર્ટુન મળી આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ લકઝુરિયસ લાઈફ સ્ટાઈલનો સામાન જેવો કે કોસ્મેટીક, વોચ, લેડિઝ હેન્ડબેગ, બેલ્ટ, આંતર વસ્ત્રો, લેપટોપના એડપ્ટર વગેરે સાધનો મળી આવ્યા હતા.
આ તમામ સામાન અગરબત્તી બનાવવા માટે મગાવેલી વાંસની સળીના નામે આવેલી ૨૩૯ બેગમાં છૂપાવ્યો હતો.વધુમાં આ સ્મગલરોની સિન્ડીકેટે ઓગસ્ટ માસમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ૪૦ ફુટનું એક કન્ટેનર મગાવ્યું હતું. તેને મુંબઈના વેરહાઉસમાં રાખવામાં આવ્યું હતું. અમદાવાદ ડીઆરઆઈએ ત્યાં જઈને તપાસ કરતા ત્યાંથી ૪૪૧ કાર્ટુન પકડાયા હતા. જેમાં કોસ્મેટીક, લેડિઝ પર્સ, બ્રાન્ડેડ ઈલેક્ટ્રીક આઈટમોને ૨૦૯ બેગમાં છૂપાવી હતી. આ સામાન પણ વાંસની સળીના નામે સ્મગલ કરાયો હતો.

Related posts

પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં ૧૫ બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત

aapnugujarat

અમદાવાદ પશ્ચિમ ઝોન : ૭૫૦ કરોડના રોડના કામોનો હિસાબ નથી

aapnugujarat

સોલર ગ્લાસમાં વાગશે ભારતનો ડંકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1