Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર માટે વટહુકમ લાવવા સંઘની ફરી માંગ

અયોધ્યા મામલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર ઉપર હવે દબાણ લાવવાની શરૂઆત કરી દીધી છે. સંઘ ઉપરાંત ભાજપના અનેક નેતાઓએ પણ શિયાળુ સત્ર દરમિયાન મંદિર બનાવવા માટે વટહુકમ લાવવાની માંગ કરી છે. સંઘ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને રામ મંદિર માટે ભૂમિ અધિગ્રહણ કરવાની જરૂર છે. સાથે સાથે આ સંબંધમાં કાનૂન બનાવવાની પણ જરૂર છે. સંઘના સહ સર કાર્યવાહક મનમોહન વૈદ્યએ કહ્યું છે કે, રામ મંદિરનો મામલો હિન્દુ અને મુસ્લિમ અથવા તો મંદિર અને મસ્જિદનો નથી. કોર્ટે પહેલાથી જ કહી દીધું છે કે, નમાઝ માટે મસ્જિદ ફરજિયાત નથી. આ લોકો ખુલ્લી જગ્યા ઉપર પણ નમાઝ અદા કરી શકે છે. વૈદ્યએ કહ્યું હતું કે, રામ મંદિર ઉપર હવે વધારે ચર્ચાની જરૂર નથી. મુંબઈના થાણેમાં સંઘના અખિલ ભારતીય કારોબારી મંડળની બેઠક દરમિયાન મનમોહન વૈદ્યએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતં કે, મંદિર નિર્માણ માટે હવે વધારે ઇંતજાર કરી શકાય તેમ નથી. આ પહેલા સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતુ કે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કબૂલાત કરી છે કે, સ્થળ રામલલ્લાના જન્મસ્થાન તરીકે છે. પુરાવાથી પણ આ બાબત સાબિત થઇ ચુકી છે. મંદિર તોડીને મસ્જિદનં નિર્માણ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અગાઉ અહીં મંદિર જ હતું. સંઘનો અભિપ્રાય છે કે, જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થવું જોઇએ. જન્મસ્થળ પર મંદિર નિર્માણ માટે ભૂમિ મળવી જોઇએ. મંદિર બનવાથી દેશમાં સદ્‌ભાવના અને એકાત્માનું વાતાવરણ સર્જાશે. આ દ્રષ્ટિથી સુપ્રીમ કોર્ટે વહેલીતકે નિર્ણય લેવા જોઇએ. જો કેટલીક તકલીફ છે તો કાયદા બનાવીને મંદિરનું નિર્માણ કરવું જોઇએ. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે, શિયાળુ સત્રમાં રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની જરૂર છે. અત્રે નોંધનીય છે કે, વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. હવે જાન્યુઆરી ૨૦૧૯માં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરી એકવાર ટાળી દેતા જુદા જુદા હિન્દુ સમુદાયમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Closing for the day: Nifty at 11788.85, Sensex closes at 39394.64

aapnugujarat

46 લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા 250 બકરાને ખરીદી લીધા

aapnugujarat

ઇરાકમાં લાપત્તા ૩૯ ભારતીય લોકોના મોત થઇ ચુક્યા : સુષ્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1