Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને કોર્ટે ફટકારી ૭ વર્ષની સજા

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાને ભ્રષ્ટાચાર મામલે સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઢાકાની એક કોર્ટે લગભગ ૩ લાખ ૭૫ હજાર ડોલરના કૌભાંડ મામલે ખાલિદાને દોષી ઠેરાવી છે. અગાઉ કોર્ટે તેમને એક અન્ય કેસમાં પણ પાંચ વર્ષની સજા ફટકારી હતી. તેમણે વડાપ્રધાન પદ પર રહીને કરોડો રૂપિયાનો આંતરાષ્ટ્રીય ફંડ તેમના ચેરિટ્રેબલ ટ્રસ્ટને ફાળવ્યો હતો.
ખાલિદા જિયા બે વાર બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. પ્રથમ વાર ૧૯૯૧થી ૧૯૯૬ સુધી અને બીજી વાર ૨૦૦૧થી ૨૦૦૬ સુધી તેઓ વડાપ્રધાન પદ પર રહ્યા હતા. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ જિયા ઉર્રરહમાનના પત્ની છે. હાલ તેઓ બાંગ્લાદેશના નેશનલિસ્ટ પાર્ટીના ચેરપર્સન છે. આ પાર્ટીની સ્થાપના તેમના પતિએ ૭૦ની દાયકામાં કરી હતી.બેગમ ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાનને કોર્ટે ૧૧ ઓક્ટોબરે આજીવન કેદની સજા ફટકારી હતી. તારીકને વર્ષ ૨૦૦૪માં શેખ હસીનાના ટોળા પર ઘાતક હુમલાના આરોપમાં દોષી ઠેરાવાયો હતો. શેખ હસીના બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન છે અને તેઓ દેશના સંસ્થાપક મુજીબુર્રહમાનની પુત્રી છે.

Related posts

અમેરિકનો ઈલોન મસ્કની નેટવર્થ કરતાં વધુ સોફ્ટ ડ્રિંક પી જાય છે : રિપોર્ટ

aapnugujarat

जापान के नाजे में 6.1 तीव्रता के भूकंप के झटके महसूस हुए

aapnugujarat

ભારત અને કોરિયા વચ્ચે ૯ અબજ ડોલરની એક્સપોર્ટ ક્રેડિટ માટે થયેલા એમઓયુને મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1