Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત અને કોરિયા વચ્ચે ૯ અબજ ડોલરની એક્સપોર્ટ ક્રેડિટ માટે થયેલા એમઓયુને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે તથા ત્રીજા દેશોમાં પ્રોજેક્ટના ભાગરૂપે વસ્તુઓ અને સેવાઓના પુરવઠા માટે ૯ અબજ ડોલરની એકસપોર્ટ ક્રેડિટ માટે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા (એક્ઝિમ બેંક) અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ કોરિયા (કેક્ઝિમ) વચ્ચે થયેલા પ્રસ્તાવિત સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.નાણાં મંત્રી અરુણ જેટલી ૧૪-૧૫ જૂન, ૨૦૧૭ દરમિયાન વાર્ષિક નાણાંકીય દ્વિપક્ષીય સંવાદ માટે સીઓલની મુલાકાત લેશે, જેમાં બંને બેંકો વચ્ચે પ્રસ્તાવિત એમઓયુ પર હસ્તાક્ષર થશે. આ નિર્ણય દેશની આંતરરાષ્ટ્રીય નિકાસને પ્રોત્સાહન આપશે તથા ભારત અને કોરિયા વચ્ચે રાજકીય અને નાણાંકીય સંબંધોને ગાઢ બનાવશે તેવી અપેક્ષા છે. એક્સપોર્ટ ક્રેડિટનો ઉપયોગ ભારતમાં સ્માર્ટ સિટીઝ, રેલવે, વીજ ઉત્પાદનો અને ટ્રાન્સમિશન વગેરે સહિત પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંક દ્વારા ધિરાણ મારફતે ઉપયોગ થશે તથા ત્રીજા દેશોમાં પ્રોજેક્ટ્‌સના ભાગરૂપે ભારત અને કોરિયા પાસેથી વસ્તુઓ અને સેવાઓના પુરવઠા માટે થશે.અમલીકરણ વ્યૂહરચના અંતર્ગત એમઓયુમાં સામેલ પક્ષો નાણાંકીય સહાયનું માળખું બનાવવા, વર્તમાન વ્યવસ્થાની સમીક્ષા કરવા અને સંબંધિત પ્રક્રિયાઓનું અવલોકન કરવા પારસ્પરિક ચર્ચાવિચારણા હાથ ધરશે. એક્ઝિમ બેંક ભારતમાં વ્યવહારિક પ્રોજેક્ટ્‌સની ઓળખ કરશે. ત્રીજા દેશોમાં પ્રોજેક્ટ્‌સ માટે બંને પક્ષો સંયુક્તપણે વ્યવહારિક પ્રોજેક્ટની ઓળખ કરશે. એક્ઝિમ બેંક પાસેથી સમજવામાં આવે છે કે, કેક્ઝિમ ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટના માર્ગે ૯ અબજ ડોલર આપશે (સામાન્ય રીતે કોરિયન આયાતના કન્ટેન્ટના ચોક્કસ સ્તર સાથે ફાઇનાન્સ પ્રોજેક્ટ્‌સને સુલભ કરવા નિકાસ ક્રેડિટ અને ઓઇસીડી નિકાસ ક્રેડિટ માર્ગદર્શિકા મુજબ વ્યાજના દર). આ રકમનો ઉપયોગ કેક્ઝિમ ધિરાણકાર તરીકે કરશે, જેમાં એક્ઝિમ બેંકની સહભાગીતા નહીં હોય અને ઉદ્દેશ પાર પાડવાના સંતોષને આધિન હશે.ત્રીજા દેશોમાં પ્રોજેક્ટ્‌સના ભાગરૂપે ભારત અને કોરિયામાંથી વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો સંવર્ધિત વિકલ્પ બનશે, જે માટે આ એમઓયુ સક્ષમ બનશે. તે પારસ્પરિક અનુભવનું આદાનપ્રદાન કરવામાં, નિકાસ અને આયાતની કામગીરીના ધિરાણ પર માહિતીની વહેંચણી કરવા, પ્રોજેક્ટની આકારણી અને પ્રવૃત્તિના ક્ષેત્રોમાં પ્રાપ્ત જાણકારીનું આદાનપ્રદાન કરવામાં મદદ કરશે.પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૫માં મુલાકાત લીધી એ દરમિયાન સંયુક્ત નિવેદન બહાર પડ્યું હતું. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરિયા ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ માટે ૧૦ અબજ ડોલર ઓફર કરવાનો ઇરાદો ધરાવે છે. પરિણામે ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટ ફંડિંગ તરીકે સાઉથ કોરિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ (ઇડીસીએફ) પાસેથી ૧ અબજ ડોલરની સહાયનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું તથા કેક્ઝિમ પાસેથી નિકાસ ક્રેડિટ તરીકે ૯ અબજ ડોલરની સહાયનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું.

Related posts

इमरान पूरा नहीं कर पाएंगे कार्यकाल : बिलावल

aapnugujarat

महाभियोग पर बोले ट्रंप : US के इतिहास में ऐसे दोहरे मापदंड कभी नहीं देखे

aapnugujarat

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

Leave a Comment

URL