Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાસપોર્ટની અરજી વખતે પોલીસ વેરિફિકેશન થશે ઓનલાઇન

દેશભરમાં ગુનાઓ અને ગુનેગારોનો ડેટા ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ તૈયાર થઇ ચૂક્યો છે અને તેનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. જેના થકી પાસપોર્ટ જાહેર કરવા, ડ્રાઇવરને રાખવો, ડોમેસ્ટિક હેલ્પ રજિસ્ટ્રેશનની સાથે સાથે કાર ચોરી અને બીજા ગુનાઓની ફરિયાદ કરી શકાશે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રશૂન ગુપ્તાએ જણાવ્યું કે તપાસ અધિકારી સીસીટીએનએસના દેશભરમાં ગુના અને ગુનેગારો વિશે તપાસ કરી શકે છે.એમણે કહ્યું કે, સીસીટીએનએસના ઘણી ઓનલાઇન સેવાઓ મળી રહી છે. જેમાં ચોરીની ફરિયાદ સિવાય પાસપોર્ટ માટે એફઆઇઆર કોપી લેવી એફઆઇઆરના સ્ટેટસની તપાસ કરવી, પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન, ડ્રાઇવરને નોકરી પર રાખવો, ડોમેસ્ટિક હેલ્પના રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન આવેદન આપવાનું રહેશે.
સીસીટીએનએસની શરૂઆત મુંબઇ હુમલા બાદ તત્કાલિન ગૃહમંત્રી પી ચિંદમ્બરમે કરી હતી. હાલ તો દેશભરમાં ૧૪૭૧૦ પોલીસ સ્ટેશન અને ૬ હજાર બીજા કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસ સિવાય સીબીઆઇ, આઇબી, એનઆઇએ, ઇડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પાસે પણ તેનો ડેટા એક્સેસ થઇ રહ્યો છે.આ વિશે પ્રશૂન ગુપ્તાએ જણાવ્યું કે, ૨ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે ટેકનિકલી ખામીના ચાલતા બિહારના ૮૯૪ અને બાકી દેશના ૫૧ પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં નથી આવ્યા.સીસીટીએનએસના આવ્યા બાદ તેલંગણા અને આંધ પ્રદેશે આ પ્રોજેક્ટ થકી પોલિસ વેરિફિકેશન શરૂ કરી દીધું છે. જેના કારણે પોલીસકર્મી આવેદકના ઘરે આવીને સેલ્ફી લઇને અથવા તો જીયો ટેગ કરીને સીસીટીએનએસના માધ્યમથી પાસપોર્ટ ઓથોરીટીને મોકલી શકે છે. જેના કારણે પાસપોર્ટ બનાવવાનું કામ ઝડપથી થઇ જશે.આ સિવાય આસામમાં આ પ્રક્રિયાના તમામ ડૉક્યુમેન્ટ્‌ની ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. જ્યાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના માધ્યમથી ઇ-એફઆઇઆર દર્જ કરી કામ શરૂ કર્યું છે. તુરંત જ આ માટે મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવશે.

Related posts

બંગાળમાં સુરતના ગ્રીષ્મા કેસ જેવો હત્યાકાંડ

aapnugujarat

सुशील मोदी का तेजस्वी पर तंज- वंशवाद न क्रिकेट में चल पाया, न राजनीति में ज्यादा टिक पाएगा

aapnugujarat

ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છેઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1