Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશની પાંચ હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક કરાઈ

દેશની પાંચ હાઇકોર્ટને નવા ચીફ જસ્ટીસ મળ્યા છે, તેમ એક સ્પેશિયલ કાયદા મંત્રાલયની સૂચનામાં જણાવાયું હતું. ઉત્તરાખંડ, સિક્કીમ, કોલકાતા, ગુવાહાટી અને બોમ્બેની હાઇકોર્ટમાં નવા જજની નિમણૂંક કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ અને તેલંગણા હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ રમેશ રંગનાને ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે નૈનીતાલ સ્થિત હાઇકોર્ટનું નેતૃત્વ કરનાર જસ્ટીસ કે એમ જોસેફને ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં પદોન્નતી આપવામાં આવી હતી.
ઉત્તરાખંડ હાઇકોર્ટના જજ વિજય કુમાર બિસ્તની સિક્કિમ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરાઇ છે. કોલકાતા હાઇકોર્ટના ન્યાયાધીશ દેબાશિસ કર ગુપ્તાની આ જ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરાઇ છે.  જસ્ટિસ અજ્જિકુટ્ટીરા સોમૈયા બોપ્પના, જે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ છે તેમની ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક થઇ છે. બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ નરેશ હરિશચંદ્ર પાટિલની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પસંદગી કરવામાં આવી છે. નવી નિમણૂંક સાથે, દેશના તમામ ૨૪ હાઇકોર્ટમાં હવે ફૂલ ટાઇમના મુખ્ય ન્યાયમૂર્તિઓ હાજર છે.

Related posts

આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ

editor

વડાપ્રધાન મોદીની વારાણસીને ૧૫૦૦ કરોડની ભેટ

editor

Give any idea to Centre govt to divides society, they will implement : Kamal Nath

aapnugujarat

Leave a Comment

UA-96247877-1