Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બીજા દેશ ભાનમાં નહિ આવે ત્યાં સુધી પરમાણુ હથિયાર બનાવીશું : ટ્રમ્પ

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે, અમેરિકા, રશિયા અને ચીન પર દબાણ બનાવવા માટે પોતાના પરમાણુ હથિયારોને મજબૂર કરશે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, રશિયાએ ૧૯૮૭ની ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ (આઇએનએફ) સંધિનું ઉલ્લંઘન કર્યુ છે. આ પહેલાં પણ અમેરિકાએ સંધિને છોડવાની વાત કહી હતી. જો કે, રશિયાએ કોઇ પણ ઉલ્લંઘનનું ખંડન કર્યુ છે.
શીત યુદ્ધ કાળની આ સંધિ મધ્યમ અંતરની મિસાઇલ બનાવવા પર પ્રતિબંધ લગાવે છે. આ સંધિને યુરોપિયન દેશો પર સોવિયત સંઘના જોખમને ઘટાડવા માટે લાગુ કરવામાં આવી હતી. સામે પક્ષે રશિયાએ પણ ચેતવણી આપી છે કે, જો અમેરિકા વધુ હથિયાર બનાવશે તો જવાબમાં રશિયા પણ હથિયાર બનાવશે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પોતાના હથિયાર બનાવશે જ્યાં સુધી ’લોકોને ભાન નથી પડી જતી. તેઓએ કહ્યું, આ ધમકી છે તો તમે જેને ઇચ્છો તેને સામેલ કરી શકો છો. તમે ઇચ્છો છો તો તેમાં ચીનને સામેલ કરો અથવા રશિયાને. તેમાં આ બધું જ આવે છે જે ખેલ કરવા ઇચ્છે છે અને સમજૂતીની ભાવનાનું પાલન નથી કરી રહ્યું.
આ બધાની વચ્ચે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનને મોસ્કોમાં વાતચીત કરી છે. અમેરિકા આ સમજૂતીમાંથી બહાર નિકળવા માટે કહી રહ્યું છે જેની રશિયાએ નિંદા કરી હતી. બોલ્ટને કહ્યું હતું કે, અમેરિકાનું નિકળવું અપ્રસાર વ્યવસ્થા માટે એક ગંભીર ઝટકો હશે. વળી, રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પેટ્રુસેફે કહ્યું કે, આઇએનએફ પર પરસ્પર ફરિયાદો હટાવવા માટે ક્રેમલિન અમેરિકાની સાથે કામ કરવા માટે તૈયાર છે.

Related posts

તહેરાન હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર કરી દેવાયો

aapnugujarat

Turkish court handed down life sentences to 121 people for taking part in 2016 attempted overthrow of Prez Erdogan

editor

Hurricane Dorian gains strength, US Prez Trump cancels Poland visit

aapnugujarat

Leave a Comment

UA-96247877-1