Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન ચૂંટણી : સીએમ વસુંધરા રાજેના રાહુલ પર પ્રહાર

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શબ્દિક પ્રહારો કર્યા છે.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગભરાયેલી છે. અને એટલે જ તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધીને વિધાનસભા સ્તરની બેઠકો કરવા મજબૂર થવું પડ્યું છે.રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને પાર્ટી કાર્યકર્તાઓની ઉમેદવારીના પસંદગીના એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, ભાજપ માટે આ સારી તક છે કે, કોંગ્રેસ અધ્યક્ષ વિધાનસભા સ્તરની વધુમાં વધુ બેઠકો કરે. કારણકે, જ્યાં જ્યાં તે જશે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થશે.
વસુંધરા રાજેએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું રિમોટ કંટ્રોલ ગાંધી પરિવારના ચાર લોકોના હાથમાં છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રિમોટ તેના કાર્યકર્તાઓના હાથમાં છે. રાજેએ પ્રદેશમાં ગત બે દાયકા કરતા વધુ સમયથી સરકાર બદલવાની પરંપરાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજસ્થાનમાં આ પહેલાં પણ ઘણા લાંબા સમય માટે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રદેશમાં વિકાસને લઈને કોંગ્રેસ ચુપ કેમ હતી?
ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું ઉદાહરણ રજૂ કરતાં સીએમ વસુંધરા રાજેએ કહ્યું કે, આ રાજ્યોમાં ઘણા સમયથી ભાજપની સરકાર છે જેથી રાજ્યનો વિકાસ અવરોધાયો નથી. જો રાજસ્થાનમાં પણ ભાજપની સરકારને સતત તક મળશે તો, આપણો પ્રદેશ પણ વિકાસની દ્રષ્ટિએ દેશમાં હરણફાળ ભરશે.

Related posts

गिरिराज का बड़ा बयान- हमारे पूर्वजों से भूल हुई

aapnugujarat

कृषि कानून के खिलाफ बोले पंजाब सीएम : मैं अपनी सरकार के बर्खास्त होने से नहीं डरता

editor

અંકુશરેખા ઉપર પાકનો ભીષણ ગોળીબાર : સ્થિતિ સ્ફોટક બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1