Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા નિતીમાં ફેરફાર કરશે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુક તરીકે વરણી બાદ મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકામાં વિદેશીઓના સ્થાયી વસવાટ અને કામકાજને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમેરિકા ટૂંક સમયમાં એચ -૧ બી વિઝા નીતિમાં ફેરફાર કરશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝા નીતિમાં કેટલાક બદલાવ કરવાની દરખાસ્ત મોકલી છે.
આ ઉપરાંત, ’વિદેશી કામ વિઝા કેટેગરી’ માં પણ ફેરફારો કરવામાં આવશે, જે ભારતીય કંપનીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પગલાને કારણે યુએસમાં રહેનારા ભારતીય આઇટી કંપનીઓ પર મોટી અસર કરશે. એટલું જ નહીં, ભારતીય અને અમેરિકન લોકો દ્વારા ચલાવવામાં આવતી નાની અને મધ્યમ વર્ગની આઇટી કંપનીઓ પર પણ અસરગ્રસ્ત થશે.
આ પહેલા આઇટી ક્ષેત્રની એક હજાર કરતાં વધુ નાની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારા એક સમૂહએ અમેરિકાની ઇમીગ્રેટ એજન્સી વિરુદ્ધ દાવો માંડ્યો હતો. આ કેસ ત્રણ વર્ષથી ઓછા સમય માટે એચ -૧ બી વિઝા જાહેર કરવાને લઇને કરાયો હતો. ખરેખર,સામાન્ય એચ -૧ બી વિઝા ત્રણ વર્ષથી છ વર્ષ સુધી જારી કરવામાં આવે છે. આ વિઝાને કારણે અમેરિકન કંપનીઓ ચોક્કસ કામ માટે વિદેશી કામદારોની ભરતી કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જણાવ્યું હતું કે નવી દરખાસ્ત ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ વ્યાખ્યાને એટલે ફરીથી વ્યાખ્યા આપવામાં આવશે જેથી એચ -૧ બી વિઝા હેઠળ પ્રતિભાશાળી લોકોને લઇ શકાય.

Related posts

Prez Trump always breaking promises, it was “strange” offer: Iran Prez rejects new deal by US

aapnugujarat

ભૂતપૂર્વ મિસ યુનિવર્સનો એલિસિયા મચાડોનો દાવો, ટ્રમ્પે શારીરિક સંબંધો માટે કર્યો હતો પ્રયાસ

aapnugujarat

सोशल मीडिया पर नफ़रत से लड़ने वाले सेल्फ पुलिसिंग के समर्थन में आए UN प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1