Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં બસપા નેતાની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીના નેતા જુગરામ અને તેમના કાર ડ્રાઇવર સુનીત યાદવને હત્યારાઓએ ગોળીથી વીંધી નાખવાની ઘટનાએ ઉત્તર પ્રદેશના રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. જુગરામ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા અને તેમની હત્યાથી પાર્ટીમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
નસીરાબાદમાં રહેતા બસપાના નેતા જુગરામ મહેન્દી સોમવારે સવારે પોતાની કારમાં ટાંડા જવા નિકળ્યા હતા. રામપુર સ્થલવા પહોચવાની સાથે જ તેમની રાહ જોઇ રહેલા ૬ જેટલા શૂટરો તેમની પર તૂટી પડ્યા હતા. બે બાઇકો પર સવાર ૬ જેટલા શૂટરોએ જુગરામ મહેન્દીની કાર પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારીમાં નેતા જુગરામ અને તેમના ડ્રાઇવર સુનીતને ગોળીઓ વાગી હતી. ઘટનાની જાણ થતા હરકતમાં આવેલી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોચી હતી પરંતુ તે પહેલા શૂટરો ફરાર થઇ ગયા હતા. પોલીસે નેતા અને તેમના ડ્રાઇવરને હોસ્પિટલ ભેગા કર્યા હતા જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ મુજબ આ ડબલ મર્ડર કાંડ પાછળ અંગત દુશ્મનાવટ હોઇ શકે છે કારણ કે ગત વર્ષે પણ જુગરામ પર પ્રાણઘાતક હુમલો થયો હતો જેમાં સદનસીબે બચી ગયા હતા. આ ગોળીબારમાં દરમિયાન ત્યાંથી પસાર થતા બે રાહદારીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સાક્ષીઓના વર્ણન મુજબ શૂટરો બે બાઇક પર સવાર હતા અને હત્યા બાદ તરત જ ફરાર થઇ ગયા હતા. પોલીસ હાલમાં તેમની શોધ કરી રહી છે. પોલીસ હાલમાં ડબલ મર્ડર મામલે બધી જ સંભાવનાઓની તપાસ કરી રહી છે.

Related posts

મેડિકલ સાયન્સે પણ અપનાવ્યો યોગ, ડૉક્ટર્સે પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું : મોદી

editor

मुख्यमंत्री के पद पर अड़ी शिवसेना

aapnugujarat

ગ્રેચ્યુટી પર ટેક્સ છુટછાટને વધારી બે ગણી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1