Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે વૉટ્‌સએપ પર મોકલેલા મેસેજ ડિલિટ થશે નહીં

વોટ્‌સએપના સૌથી પોપ્યુલર ફીચર ‘ડિલીટ ફોર એવરીવન’માં હવે એક નવો અપડેટ આવ્યો છે. વોટ્‌સએપ પર હવે મોકલવામાં આવેલા મેસેજ ડિલીટ થઇ શકશે નહીં, તેમાં એક મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ફીચરમાં સેન્ડર મોકલેલા મેસેજને એક કલાક, આઠ મિનિટ અને ૧૬ સેકન્ડની અંદર ડિલીટ કરી શકતા હતા. ત્યાર બાદ સેન્ડર અને રિસિવર બંનેેના ફોનથી મેસેજ ડિલીટ થઇ જતા હતા.
હવા નવા અપડેટમાં વોટ્‌સએપે રિસિપિયન્ટ લિમિટમાં બદલાવ કર્યો છે. રિસિપિયન્ટ લિમિટને અપડેટ કરવાનો અર્થ એ છે કે જો તમે કોઇને મોકલવામાં આવેલ મેસેજ ડિલીટ કરો છો, પરંતુ યુઝરને તમારા પાછા ખેંચવામાં આવેલા મેસેજની રિકવેસ્ટ ૧૩ કલાક, આઠ મિનિટ, ૧૬ સેકન્ડ સુધી મળતી નથી તો આ મેસેજ ડિલીટ થઇ શકશે નહીં. જેમ કે તમે જે યુઝરને મોકલેલ મેસેજ ડિલીટ કર્યો છે, તેેનો ફોન બંધ હોય તો યુઝરના ફોન પર મેસેજ ડિલીટ થશે નહીં.
કંપનીએ આ પગલું એવા યુઝરને ધ્યાનમાં રાખીને લીધું છે જેઓ રિવોક મેસેજનો ખોટો ફાયદો ઉઠાવીને અઠવાડિયા, મહિના અને વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડિલિટ કરે છે. જોકે યુઝરને ૧૩ કલાક, આઠ મિનિટ, ૧૬ સેકન્ડમાં તમારો મેસેજ રિસિવ થઇ જાય છે તો હજુ પણ ૧ કલાક, આઠ મિનિટ, ૧૬ સેકન્ડ પહેલાં મોકલેલા મેસેજને ડિલીટ કરી શકાય છે.
વોટસએપ પર પાંચ નવા ફીચર્સ લાવવા પર કામ કરી રહેલ છે. જેમાં સ્વાઇપ ટુ રિપ્લાય, વોટ્‌સએપ એડ ફોર સ્ટેટસ, વોટ્‌સએપ સ્ટીકર પેક અને વોટ્‌સએપ ઇનલાઇન ઇમેજ જેવા ફિચર મોજૂૂદ છે. સ્વાઇપ ટુ રિપ્લાયની મદદથી યુઝર કોઇ પણ મેસેજને જમણી તરફ સ્વાઇપ કરીને રિપ્લાય આપી શકશે અને તેનો સમય પણ બચશે.

Related posts

રેલવેમાં ૨૧ શહેરોમાં વિભિન્ન પદો પર ૯૦,૦૦૦ ભરતી

aapnugujarat

સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

editor

24 साल की सजा को चुनौती देने दिल्ली हाई कोर्ट पहुंची सोनू पंजाबन

editor

Leave a Comment

UA-96247877-1