Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત – વેસ્ટઈન્ડિઝ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારત બીજી ટેસ્ટ પણ જીતીને શ્રેણી ૨-૦થી જીતી લેવા માટે સજ્જ છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ તેની છાપને સુધારી દેવાના હેતુથી મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં કંગાળ રમત રમ્યા બાદ ટીમની વ્યાપક ટિકા થઇ રહી છે. આવી સ્થિતીમાં વિન્ડીઝની સામે કેટલાક પડકારો રહેલા છે. બીજી બાજુ પોતાની કેરિયરની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી કરી ચુકેલા પૃથ્વી શો પર તમામની નજર રહેશે. તેમાં ક્રિકેટ પ્રેમીઓ ભાવિ સચિન તેન્ડલકર અને વિરેન્દ્ર સહેવાગ જોઇ રહ્યા છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા પણ શાનદાર ફોર્મમાં છે.રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિન્ડિઝના બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં કુલદીપે જોરદાર બોલીંગ કરીને ભારતને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. આ વખતે પણ ટીમ પાસે આવા જ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેસન હોલ્ડર ઓલરાઉન્ડ તરીકે ઉભરીને આવ્યો છે. તે ૨૬ વર્ષીય છે અને બે સદી અને સાત અડધી સદી ફટકારી ચુક્યો છે. ઉપરાંત ૩૪ ટેસ્ટ મેચોમાં ૮૧ વિકેટ પણ ઝડપી ચુક્યો છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે. વિન્ડિઝની ટીમમાં હજુ પણ ઝડપી આક્રમકની ટીમ છે જેમાં ગાબ્રિયેલ ૩૮ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેસન હોલ્ડર ૩૫ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. કિમો પોલ એક ટેસ્ટ મેચ અને સરમન લુઇસ નવો ખેલાડી છે. આ ઝડપી બોલરો ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. લુઇસને જોસેફની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. અમારી પાસે કિમો પોલ અને લુઇસ જેવા પ્રતિભાશાળી ખેલાડી છે.ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે દેખાઇ રહી છે.
ટીમ ઇન્ડિયા હાલમાં એશિયા કપ જીતીને પરત ફરી છે. જો કે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ બદલાઇ ગયા છે. રહાણે, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અને વિરાટ કોહલી પર તમામ બાબતો આધારિત રહેલી છે. પુજારાએ હજુ સુધી ૬૩ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૫ સદી સાથે રન કર્યા છે. આવી જ રીતે રહાણેએ ૫૧ ટેસ્ટ મેચ રમી છે અને નવ સદી સાથે રન કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા છે. તે ૭૨ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં ૨૪ સદી સાથે રન બનાવી ચુક્યો છે. તે ૧૯ અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. તેના ધરખમ દેખાવના કારણે જ ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચોમા પણ જોરદાર દેખાવ કરી રહી છે. હૈદરાબાદ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે નવ વાગેથી કરવામાં આવનાર છે.

Related posts

આંતરરાષ્ટ્રીય ટીમનું સંચાલન કરવાની ગ્રેગ ચૅપલને ગતાગમ જ નહોતીઃ લક્ષ્મણ

aapnugujarat

बिना सब्सिडी वाला गैस सिलेंडर 25 रुपए तथा सब्सिडी वाला गैस सिलेंडर एक रुपए 23 पैसे मंहगा

aapnugujarat

ખેડૂતોની સહાય માટે ૫૦૦ કરોડની સ્કીમ ટૂંકમાં શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1