Aapnu Gujarat
ગુજરાત

જમાઇનું ગુપ્તાંગ-ગળુ દબાવી મારી નાંખવાની સાસુએ ધમકી આપી

સુરતના ઉધના વિસ્તારમાં એક સાસુએ પોતાની દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર જમાઈને ગુપ્તાંગ અને ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જમાઈ ફરિયાદ કરવા માટે ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ઉધના બીઆરસી નજીક આવેલા પ્રભુનગરમાં રહેતા અને બોબીન ભરવાનું કામ કરતો મૂળ યુપીનો વતની સૌરભ ગંગાચરણ શંખવાડએ અશ્વિની નામની મરાઠી યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં પોલીસ ફરિયાદ થતાં સૌરભની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બાદમાં તેને જામીન પર છોડાવીને લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. અને આ દરમિયાન તેની પત્નીને ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ રહ્યો હતો. દરમ્યાન પતિ સૌરભે તેના પ્રેમલગ્નથી તેની સાસુ નારાજ હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની પત્નીના ગર્ભને સાસુ રંભા અને સુરેશ વાનખેડેએ પડાવી નાખ્યો હતો. સૌરભે જણાવ્યું હતું કે, તેની પત્નીને અન્ય સાથે લફરૂં હતું. અને તેણીને વારંવાર રંગેહાથ ઝડપી હતી. જેથી સાસુએ ધમકી આપી હતી કે, જો કોઈને વાત કરીશ તો તારા જામીન રદ્દ કરાવી ફરી જેલમાં પુરાવી દઈશ. મજબૂર સૌરભ ચૂપચાપ રહ્યો હતો. બે મહિનાથી પત્ની તેની માતાના ઘરે પિયરમાં જતી રહી હતી. જેથી ગુરૂવારે બપોરે ચૌટાપૂલ લઈ જવાની જીદ પકડીને સૌરભને બોલાવ્યો હતો. બાદમાં માતાના હાથે લાત અને મુક્કાથી માર માર્યો હતો. ગુપ્તાંગ અને ગળાના ભાગે ઈજાઓ સાથે સૌરભ ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જયાં હોસ્પિટલના તબીબોએ જમાઇની તપાસ કરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત

aapnugujarat

અમદાવાદ જિલ્‍લા પંચાયત ખાતે તાલુકા હેલ્‍થ ઓફીસરો, સીએચસી સુપ્રિટેન્‍ડન્‍ટ, મેડીકલ ઓફીસરો, અર્બન હેલ્‍થ ઓફીસરો ની સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

વિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35મી ભવ્ય રથયાત્રા,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1