Aapnu Gujarat
રાષ્ટ્રીય

૩ વર્ષમાં ૧૨ પોલીસ કર્મચારી આતંકવાદી બન્યાં

જમ્મુ કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓના નોકરી છોડીને ત્રાસવાદીઓની સાથે સામેલ થવાની ઘટના ફરી એકવાર સપાટી પર આવી છે. આના કારણે પોલીસ તંત્રમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ૧૨ પોલીસ કર્મચારીઓ આશરે ૩૦ હથિયારો લઇને ફરાર થઇ ચુક્યા છે. હાલમાં જ સ્પેશિયલ પોલીસ અધિકારી આદિલ બશીર ફરાર થઇ ગયા બાદ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આ પ્રકારની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ એક આંતરિક રિપોર્ટ તૈયાર કર્યો છે. બશીર દક્ષિણી કાશ્મીરના વાચી વિધાનસભાથી પીડીપીના ધારાસભ્ય એજાજ મીરના સત્તાવાર નિવાસસ્થાનથી આઠ હથિયારો લઇને ફરાર થઇ ગયો હતો. જેમાં સાત એકે-૪૭ રાઇફલ અને એક પિસ્તોલનો સમાવેશ થાય છે. પોલીસના કહેવા મુજબ આશરે ૧૨ પોલીસ કર્મચારીઓ અને બે સૈન્ય કર્મચારીઓ મિલિટેન્ટ રેન્કમાં સામેલ થઇ ચુક્યા છે. આ લોકો પોતાની સાથે આશરે ૩૦ હથિયારો લઇને ફરાર થઇ ગયા છે. પોલીસે પાચમી ઓક્ટોબરના દિવસે ૨૯ વર્ષીય બીએસએફ કોન્સ્ટેબલ શકીર વાનીની એક અન્ય યુવાનની સાથે હિજબુલ મુજાહીદ્દીનની સાથે સંબંધ રાખવાના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે વાની હિજબુલ મુજાહીદ્દીનના કાર્યકર તરીકે છે. તે ત્રાસવાદીઓની મદદ કરી રહ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે કોન્સ્ટેબલ રશીદ શિગનના નોકરી છોડીને ફરાર થઇ જવાના મામલામાં નવી માહિતી એકત્રિત કરી લીધી છે.
પોલીસે દાવો કર્યો છે કે રશીદ હિઝબુલ મુજાહીદીનના એક સક્રિય સભ્ય તરીકે છે. તે પોલીસમાં નોકરી દરમિયાન છેલ્લા ૧૮ મહિનામાં ઓછામાં ઓછા ૧૩ ત્રાસવાદી હુમલામાં સામેલ થયો હતો. પોલીસ કર્મચારીઓ પોતાની ભાવનાને પ્રોફેશનથી દુર રાખવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી.

Related posts

‘દ્રશ્યમ’થી પ્રેરણા લઈ પતિએ પત્નીની હત્યા કરી

aapnugujarat

ગુજરાત પ્રવાસ પર માન અને કેજરીવાલની યાત્રા પર ૪૪ લાખનો ખર્ચ

aapnugujarat

बडगाम में 2 आतंकी ढेर

editor

Leave a Comment

UA-96247877-1