Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાત પ્રવાસ પર માન અને કેજરીવાલની યાત્રા પર ૪૪ લાખનો ખર્ચ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસ માટે ઉપયોગ કરવામાં આવેલા એરક્રાફટ માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે ૪૪.૮૬ લાખ રૂપિયાનું બિલ ચુકવવું પડશે. ભગવંત માન અને કેજરીવાલ ગત ૧થી ૩ એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે ગયા હતા અને તેમણે અહીં ડિસેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનની વરચ્યુઅલ શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ભગવંત માન અને કેજરીવાલ સાબરમતી આશ્રમ સહિત ઘણી જગ્યાઓ પર ગયા અને તેમણે અમદાવાદમાં એક રોડ શોનું આયોજન કરીને લોકોને સંબોધ્યા હતા. આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય બઠિંડા નિવાસી હરમિલાપ સિંહ ગ્રેવાલે આરટીઆઈ કરીને ભગવંત માનના ગુજરાત અને હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચની માહિતી માંગી હતી.
નાગરિક ઉડ્ડયન વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીના ૧થી ૩ એપ્રિલ સુધીના ગુજરાત પ્રવાસ માટે લેવામાં આવેલા એરક્રાફટનું ૪૪,૫૮,૯૬૭ રૂપિયાનું બિલ વિભાગને મળ્યું છે. જાેકે વિભાગ દ્વારા જવાબમાં કહેવામાં આવ્યું છે કે ૬ એપ્રિલે મુખ્યમંત્રીની હિમાચલ પ્રદેશની મુસાફરી સરકારી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી હતી. જેને સરકારી યાત્રામાં ગણવામાં આવી છે.આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ૨ અને ૩ એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(છછઁ)ની નજર હવે ડિસેમ્બર ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે.
બંને નેતાનો અમદાવાદના પૂર્વમાં રોડ શો યોજાયો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલના રોજ બપોરે ૩ વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી ૪ કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં છછઁના નેતાઓ અને કાર્યકર્તાઓ જાેડાયા હતા.
૨ એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી ૧.૫ કિમી સુધી કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જાેડાયા હતા. ૩ એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠક કરી હતી.પંજાબના ઝ્રસ્ ભગવંત માન સરકારી હોલિકોપ્ટરના ઉપયોગને લઈને ઘેરાઈ ગયા હતા. તેમની કેટલીક તસ્વીરો બહાર આવી હતી, જેમાં તેમની પાછળ પંજાબ સરકારનું હેલિકોપ્ટર દેખાય છે. તેને લઈને ભાજપે આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો હતો. ભાજપ નેતા મનજિંદર સિરસાએ કહ્યું કે અગાઉ ભગવંત માન એમ કહેતા હતા કે ઝ્રસ્ ચરણજીત ચન્ની હેલિકોપ્ટરમાંથી ઉતરતા નથી. તે દરેક જગ્યાએ પંજાબ સરકારના પૈસે ફરે છે. આજે ભગવંત માન જ અરવિંદ કેજરીવાલની સાથે પાર્ટી પ્રચાર માટે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને પૈસાનો મિસયુઝ કરી રહ્યાં છે.

Related posts

આંધ્રપ્રદેશ બાદ બિહારની વિશેષ દરજ્જાની માંગણી

aapnugujarat

ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને સમર્થન મળ્યું

aapnugujarat

પિનરાઈ વિજયને જૂડસની જેમ કેરળ સાથે દગો કર્યો : પીએમ મોદી

editor

Leave a Comment

UA-96247877-1