Aapnu Gujarat
મનોરંજન

ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે સની દેઓલ પણ કામ કરવાની યોજના ધરાવે છે. જો કે હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ બનાવવાની યોજના છે. વિતેલા વર્ષોના સદાબહાર અભિનેતા ધર્મેન્દ્ર પર ફિલ્મ બનાવવાની તૈયારી સની દેઓલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સ્ટાર અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતો સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે. ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઓમાં ધર્મેન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યક્તિ ધર્મેન્દ્રના સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતોને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે. રિસર્ચને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તેના પિતા પટકથાને લઇને વધુ વિગત નજીકના અંતરથી આપે તેના આધાર ઉપર જ શાનદાર ફિલ્મ બની શકશે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિકા કોણ કરશે તેને લઇને પુછવામાં આવતા સની દેઓલે કોઇ સ્પષ્ટપણે વાત કરી નથી પરંતુ સની દેઓલનું કહેવું છે કે, ફિલ્મમાં તે ભૂમિકા અદા કરી શકે છે.
આ ઉપરાંત તેનો પુત્ર પણ આ ભૂમિકા અદા કરી શકે છે. કારણ કે દરેક બાબત સ્ટોરી ઉપર આધારિત છે. સની દેઓલ હાલમાં પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ સાથે યમલા પગલા દિવાના ફિરસેમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અગાઉની જેમ સફળ સાબિત થઇ ન હતી. જો કે હોમ પ્રોડક્શન નિરાશ નથી. સની દેઓલ અન્ય ફિલ્મોમાં કામ કરવા માટે આશાવાદી બનેલો છે.

Related posts

राजनीति में आने की कोई योजना नहीं : सोनू सूद

editor

ગોલમાલ-૫ બનાવવી નિર્દેશક રોહિત શેટ્ટીનું દાયિત્વ છે : અરશદ વારસી

aapnugujarat

जल्द ही एक हिंदी फिल्म करने वाला हूं : धनुष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1