Aapnu Gujarat
ગુજરાત

સુરતને ૮૨૫ કરોડના વિકાસ કામોની ભેટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરને રૂપિયા ૮૨૫ કરોડના વિકાસકામોની ભેટ ધરી, સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખી, સાચી શ્રદ્ધાંજલિ આપવા શહેરીજનોને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ અઠવાઇલાઇન્સ ખાતે રૂપિયા ૧૪૩.૮૬ કોરડના ખર્ચે નિર્માણાધિન કેબલબ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો. સાતે જ ૩૦૦ સીટીબસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યન સાધનોને ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ રૂપિયા ૧૪૮.૦૭ કરોડના વિકાસમોનું લોકાર્પણ, રૂપિયા ૩૫૪.૧૭ કરોડના કામોનું ખાદમુહુર્ત અને રૂપિયા ૧૭૯.૩૧ કરોડના રીંગરોડ બીજા ફેઝનું ડિજિટલ તખ્તી દ્વારા ખાતમુહુર્ત કર્યું હતં. આ અવસરે રાજ્ય આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, રાજ્ય રમ ગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ સીઆર પાટીલ, દર્શનાબેન જરદોષ સહિત ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા. અડાજણ સંજીવકુમાર હોલ ખાતે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીે જણાવ્યું હતું કે, સ્વચ્છતા આઝાદી અને સ્વચ્છતાની પસંદગી કરવાની હોય ો સ્વચ્છતાને પ્રથમ પસંદ કરી, એવા ગાંધીજીના વિચારો હતા, એવા વિચારોને મુર્તિમંત બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને દેશનું અભિયાન બનાવ્યું છે. સમગ્ર દેશે આ વાત ઝીલીને તમામ લોકો સ્વચ્છતાના અભિયાનમાં જોડાઈને ભારત સ્વચ્છતા સો વિશ્વની મહાસત્તા બને એ દિશા તરફ ગુજરાત સંકલ્પબદ્ધ બન્યું છે. ગાંધીજીની આઝાદી લડ પછી સ્વરાજ્યની સો સુરાજ્યની કલ્પના કરી હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાવલંબન, સ્વદેશીની ગાંધીજીની વિચારધારાને અનુસરીને મેઇક ઇન ઇન્ડિયા માધ્યમ વડે ઉજાગર કરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Related posts

વડોદરામાં લેડીઝ ગારમેન્ટના ગોડાઉનમાં જુગાર રમતા છ વેપારીઓ ઝડપાયા

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્વતંત્રતા દિવસે શ્રેણીબદ્ધ જનકલ્યાણની ઘોષણા કરાઈ

aapnugujarat

નાના-મધ્યમ ઊદ્યોગો મુદ્દે કોંગ્રેસના આરોપો સામે ઉકળી ઉઠ્યાં નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1