Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

SBI એટીએમમાં રોકડ ઉપાડની મર્યાદા ૨૦,૦૦૦

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ રોકડ ઉપાડને દરરોજની મર્યાદામાં ઘટાડો કરી દીધો છે. એસબીઆઈના ગ્રાહક ૩૧મી ઓક્ટોબરથી એક દિવસમાં મહત્તમ ૨૦૦૦૦ રૂપિયાની રોકડ રકમ જ એટીએમમાંથી ઉપાડી શકશે. હાલમાં આ મર્યાદા ૪૦૦૦૦ રૂપિયાની રહેલી છે. એસબીઆઈએ બ્રાંચોમાં મોકલેલા પોતાના આદેશમાં કહ્યું છે કે, એટીએમ ટ્રાન્ઝિક્શનમાં છેતરપિંડીની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં લઇને તથા ડિજિટલ કેશલેસ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રોકડ ઉપાડ મર્યાદાને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ ઉપર જવાની સ્થિતિમાં ડેબિટ કાર્ડથી ઉપાડને ઘટાડી દેવામાં આવ્યો છે. રોકડ ઉપાડ મર્યાદામાં ઘટાડો તહેવારની સિઝનથી પહેલા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝિક્શન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. છતાં પણ રોકડની માંગ હજુ પણ વધારે બનેલી છે. અંદાજ મુજબ બજારમાં રોકડ ફ્લો નોટબંધીથી પહેલાના સ્તર ઉપર પહોંચી ચુક્યો છે. કેશ ફ્લોની સ્થિતિ અકબંધ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જાણવા મળ્યું છે કે, કાર્ડના ક્લોન બનાવનાર છેતરપિંડી કરનાર લોકો સામાન્ય બેંક કસ્ટમરોના ડેબિટ કાર્ડના પીન ચોરીથી મુકવામાં આવેલા કેમેરા અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસથી જાણી લે છે. નવા નિયમોથી ગ્રાહકોને થનાર અસુવિધાના સંદર્ભમાં પુછવામાં આવતા એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર પીકે ગુપ્તાએ કહ્યું છે કે, અમારો આંતરિક મુલ્યાંકન દર્શાવે છે કે, એટીએમથી મોટાભાગે નાની રકમ ઉપાડવામાં આવે છે.
૨૦૦૦૦ રૂપિયા મોટાભાગે ગ્રાહકો માટે પુરતી રકમ છે. અમે નાની રકમ ઉપર ફ્રોડમાં કમીને લઇને પણ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વધારે વિડ્રોઅલ લિમિટ ઇચ્છનાર કસ્ટમર ઉંચા વેરિયેન્ટવાળા કાર્ડ મેળવી શકે છે. આવા કાર્ડ એવા કસ્ટમરોને જારી કરવામાં આવે છે જે પોતાના બેંક ખાતામાં વધારે લઘુત્તમ બેલેન્સ જાળવી રાખે છે.
પેમેન્ટ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના એક ્‌યક્તિએ કહ્યું છે કે, ફ્રોડના સકંજામાં ડેબિટ કાર્ડના યુઝરો વધારે આવે છે. પીન જેવી ઇન્ફોર્મેશન માત્ર એટીએમ ઉપર જ ચોરી કરવામાં આવતી નથી. મર્ચન્ટ આઉટલેટ પર પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ ઉપર પણ આવું બની શકે છે. મોબાઇલ કાર્ડ સ્વાઈપ ડિવાઇસ યુઝ કરનાર લોકો પણ આવી હરકતો કરતા રહે છે. કેટલાક ડેબિટ કાર્ડમાં પણ હવે મેગ્નેટિક સ્ટ્રીપ ટેકનોલોજી છે. જેના ઉપર ફ્રોડના ખતરા વધારે રહેલા છે. માત્ર ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડમાં ચીપ આધારિત ટેકનોલોજી ઉપર શિફ્ટિંગ થઇ રહી છે. કેટલીક મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ ગ્રોથને નાના શહેરો પ્રોત્સાહન આપી રહ્યા છે. ટોપ ૧૦ શહેર ઉપરાંત કાર્ડ ધારકોના આ તરીકાથી થનાર ખર્ચમાં ૪૦થી ૪૫ ટકા યોગદાન આપી રહ્યા છે.

Related posts

નિશુલ્ક રસીકરણ કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક ર્નિણય : અમિત શાહ

editor

आत्महत्या कर लूंगा : नीरव

aapnugujarat

અમરનાથ યાત્રા : આજે દર્શન કરવા છેલ્લી ટુકડી રવાના થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1