Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુર્ખતા માટે એક જ જગ્યા છે અને તે કોંગ્રેસ પાર્ટી છે : સંબિત પાત્રા

ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં કાર્યકરોની ધરપકડ પર વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા ભાજપને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાહત થઇ હતી. નજરકેદ હેઠળ રહેલા કાર્યકરોને કોઇ રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યા બાદ ભાજપે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ પાર્ટી પ્રમુખ અમિત શાહે રાહુલ ગાંધીના ટિ્‌વટના સહારે તેમના ઉપર જ તેમની સ્ટાઇલમાં જ પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ઉપર પ્રકાર કરતા કહ્યું હતું કે, મુરખતા માટે માત્ર એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહેવામાં આવે છે. હકીકતમાં નક્સલ કનેક્શન પર પાંચ કાર્યકરોને નજરકેદ હેઠળ પુરી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ભારતમાં માત્ર એક એનજીઓ માટે જગ્યા છે અને તે સંઘ છે. રાહુલે કહ્યું હતું કે, તમામ એનજીઓને બંધ કરી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ કાર્યકરોને જેલમાં પુરાવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ અમિત શાહે તેમના જ અંદાજમાં તેમના ઉપર પ્રહાર કર્યા છે. ભાજપ અધ્યક્ષે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ભારતના ટુકડે ટુકડા કરવાનું વિચારતી ટોળકી, બનાવટી કાર્યકરો, માઓવાદીઓ અને ભ્રષ્ટ લોકોને સમર્થન આપો એવી રણનીતિ કોંગ્રેસની રહી છે. જે ઇમાનદાર લોકો છે તે કામ કરી રહ્યા છે તે લોકોને બદનામ કરવાની કોંગ્રેસની નીતિ રહી છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી આજ કામ કરી રહી છે. ભાજપે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપી હતી. ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું હતું કે, નક્સલ લિંકમાં કાર્યકરોની ધરપકડનું કારણ રાજકીય ન હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીમ ફેંકાઈ ચુકી છે. સરકાર સાથે અસહમતિ ધરાવનાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે તેવા આરોપ આધારવગરના છે. પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સુપ્રીમના ચુકાદાથી હાર થઇ છે. રાહુલ ગાંધીને આ ચુકાદા બાદ શરમથી માથું ઝુકાવી દેવું જોઇએ. પોતાની રાજકીય કેરિયરના ગ્રાફને ઉપર લઇ જવા જેમ તેમ નિવેદન રાહુલ ગાંધી કરી રહ્યા છે.

Related posts

जय श्रीराम का नारा बंगाली संस्कृति से नहीं जुड़ा है, भाजपा ने किया पलटवार : अमर्त्य सेन

aapnugujarat

भारी मुश्किल में हैं किसान, जल्द मांगें माने केंद्र : मान

editor

कांग्रेस की शर्मिंदगी की वजह बन रहा सिद्धारमैया का शक्ति प्रदर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1