Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્પેસ મિશનમાં ૩૦ અંતરિક્ષ યાત્રીઓની જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં સ્પેશના ક્ષેત્રમાં ભારત મજબૂતી સાથે આગળ વધશે. મોદીએ એવી જાહેરાત પણ કરી હતી કે ભારત ૨૦૨૨માં પોતાના કોઈ પુત્ર અથવા પુત્રીને અંતરિક્ષમાં મોકલશે. આ વચનને પૂર્ણ કરવા માટે પ્રસ્તાવને હવે મંજુરી મળી ગઈ છે. ભારતીય માનવ યુક્ત સ્પેશ મિશન ૨૦૨૨માં હાથ ધરવામાં આવશે. ૩૦ કુશળ અંતરિક્ષ યાત્રીઓની જરૂર દેખાઈ રહી છે. આના માટે વિશેષ ટ્રેનિંગની કવાયત શરૂ કરવામાં આવનાર છે. મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આને ગગનયાન નામ આપ્યું હતું. આ અભિયાનની જવાબદારી ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને સોંપવામાં આવી છે. ઇસરો દ્વારા આના ઉપર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ૧૫મી ઓગસ્ટથી લઈને હજુ સુધી ઈસરોના વડા કે સિવન ત્રણ વખત કહી ચુક્યા છે કે આ માત્ર ઇસરો મિશન રહેશે નહીં આ એક રાષ્ટ્રીય મિશન રહેશે. જેમાં દેશભરની સંસ્થાઓના લોકો સહકાર આપશે. એરોસ્પેસ મેડિસિન પણ મદદમાં છે. ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા એવા અંતિરક્ષ યાત્રીઓને પસંદગી કરાશે જેને ૨૦૨૨માં અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માને પણ ઈન્ડિયન સ્પેશ રિસર્ચ દ્વારા જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ ઉપરાંત સંસ્થાએ ચાર મુખ્ય ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. આઈએએમના વડા અનુપમ અગ્રવાલનું કહેવું છે કે ૩૦ અંતરિક્ષ યાત્રીઓમાં એક પુલની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાંથી ૧૫ની પસંદગી કરવામાં આવશે. તેમને બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. જો ત્રણ યાત્રીઓને મોકલવાની યોજના બને છે તો અમે ત્રણ ત્રણ લોકોના ત્રણ સેટ પસંદ કરીશું. તેમાંથી કોઈ એક ગ્રુપને લોન્ચ ડેટથી પહેલા ત્રણ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. અંતરિક્ષ યાત્રીઓની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ જટીલ રહી છે. આમાં ૧૨ થી ૧૪ મહિનાનો સમય લાગશે. બેઝીક ચીજોમાં સાઈકોલોજીકલ અને મેડિકલ ટેસ્ટની સાથે સાથે ચેકઅપ કરવામાં આવશે. અગ્રવાલનું કહેવું છે કે આ તમામ પ્રક્રિયામાં ત્રણ મહિનાનો સમય લાગશે. સર્વશ્રેષ્ઠ અને ફિટ વ્યક્તિની પસંદગીને પ્રાથમિકતા મળશે. જે લોકોની ફિઝિકલ કંડિશન શ્રેષ્ટ રહેશે અને માનસિક રીતે પણ મજબૂત રહેશે તેની પસંદગી કરવામાં આવશે. અનુપમ અગ્રવાલનું કહેવું છે કે બેઝિક બાયોલોજી, ફિઝીક્સ અને સિસ્ટમ અને અન્ય ચીજોની ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને એકબીજાનું ધ્યાન રાખવું પડશે. બેઝીક ફર્સ્ડ એડ અને અન્ય ચીજો શીખવાડવામાં આવશે. આ તમામ ટ્રેનિંગ માટે આઈએએમ માટે એક ખાસ સિમુલેટર સિસ્ટમ છે. જેમાં માઈનસ ૨૦ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૬૦ ડિગ્રી તાપમાન પર ટ્રેનિંગ આપવામાં આવે છે. સિમુલેટરની અંદર જ માઈક્રો ગ્રેવીટી અને માથાના બળે ફરી જવા જેવી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ એક એવા સિસ્ટમ તરીકે છે જેમાં પૃથ્વીની સપાટીની તુલનામાં છ ગણુ વધારે દબાણ રહે છે. સ્પેશમાં આવી જ સ્થિતિ હોય છે. અંતરિક્ષ યાત્રીઓને વિશેષ ટ્રેનિંગ માટે પણ કુશળ લોકો રહેશે.

Related posts

મારી ઇચ્છા છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને : કુમારસ્વામી

aapnugujarat

આઝમગઢમાં ઝેરી શરાબ પીવાથી સાત વ્યક્તિના મોત, એક ડઝનથી વધુ બીમાર

aapnugujarat

धोनी के ‘बलिदान चिन्ह’ से सेना का कोई लेना देना नहीं : लेफ्टिनेंट जनरल मैथसन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1