Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આજે વધુ બોજ ઝીંકવામાં આવ્યો હતો. એક દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાના કારણે સામાન્ય લોકો પર વધારે બોજ આવી ગયો છે. આજે સવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૧ રૂપિયા પર પહોંચી ગઇ હતી. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને ૭૩.૦૮ સુધી પહોંચી ગઇ છે. આજે મુંબઇમાં પેટ્રોલની કિમત ૮૮.૩૯ સુધી પહોંચી ગઇ હતી. ડીઝલની કિંમત વાણિજ્ય પાટનગરમાં વધીને ૭૭.૫૮ સુધી પહોંચી ગઇ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી છે. કોલકાતા સિવાય મેટ્રોમાં કિંમતોમા વધારો થયો છે. પેટ્રોલની કિંમત હવે લોકોને વધુ હેરાન કરી રહી છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૮.૩૯, ૮૨.૪૧, ૮૨.૮૭ રહી છે. મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને ગઇકાલે રાહત થઇ હતી. કારણ કે સતત છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ ગઇકાલે ભાવ વધારો રોકાઇ ગયો હતો. બુધવારના દિવસે કોઇ વધારો કરવામા ંઆવ્યો ન હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત છ દિવસસુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની સામે ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસા થઇ હતી. જો કે ભારત બંધના એક દિવસ બાદ પણ વધારો કરવામાં આવ્યો હતો. જો કે આજે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થોડાક મહિનામાં જ યોજનારા છે. આવા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બ્રેક મુકવામાં આવી શકે છે. કારણ કે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં ચૂંટણી વેળા પણ કિંમતોમાં બ્રેક મુકવામાં આવ્યા બાદ ચર્ચા છે. ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કિંમતોમાં થોડાક સમય સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો જેના કારણે રાહત થઇ હતી. આજે સવારે ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ લોકો પર બોજ આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે હાલમાં ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ પણ તેની કોઇ અસર દેખાઇ નથી. કિંમતોમાં વધારો જારી છે. પાંચમી સપ્ટેમ્બર અને ૧૨મી સપ્ટેમ્બર સિવાય દેશભરમાં છેલ્લા બે સપ્તાહથી ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક ક્રૂડની કિંમત સતત વધી રહી છે. વૈશ્વિક સ્તરે તેલની કિંમતમાં આજે ઘટાડો થયો હતો.અગાઉના સેશનની સરખામણીમાં માંગ આંશિક ઘટી હતી. બુધવારના દિવસે ઓપેક દેશોએ વર્ષ ૨૦૧૯ના વૈશ્વિક ઓઇલ ડિમાન્ડ ગ્રોથ માટેના અંદાજને ઘટાડી દીધો છે. આની સાથે જ આર્થિક જોખમની સ્થિતિ રજૂ કરી છે. તેના માસિક રિપોર્ટમાં ઓપેકનું કહેવું છે કે, આગામી વર્ષે વિશ્વ સ્તર પર ઓઇલની માંગ ૧.૪૧ મિલિયન બેરલ પ્રતિદિવસ વધી જશે. ઓપેકની આ ચેતવણીથી વિશ્વના દેશોને વધુ સાવધાન થવાની જરૂર છે.

Related posts

सुप्रिया सुले के काफिले में शामिल आठ वाहनों का नो पार्किंग को लेकर कटा चालान

aapnugujarat

કલમ 35A : ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય

aapnugujarat

વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં દેશ માટે ૧૦૩ કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે

editor

Leave a Comment

UA-96247877-1