Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામ તાલુકામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી 

૫મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના  પૂર્વ  રાષ્ટ્રપતિ  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષક દિન દાયકાઓથી ઉજવાય છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેર સહિત તાલુકાની ખાનગી અને સરકારી  શાળાઓમાં શિક્ષકદિનની ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓએ શિક્ષક બની શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને ઉજવણી કરી હતી. વિરમગામ ગામની સરકારી  પ્રાથમિક વિભાગમાં  વિધાર્થીઓ શિક્ષક બની આખો  દિવસ શિક્ષણ કાર્ય કર્યું હતું. આમ આખો દિવસ વિધાર્થીઓ શિક્ષક બની શિક્ષણ કાર્ય કરાવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આ માટે શાળાના શિક્ષકો દ્વારા પણ સારી તેયારીઓ કરવામાં આવી હતી. વિરમગામ શહેરના આનંદ મંદિર સ્કુલ, સરકારી શાળાઓ  ઉપરાંત વિરમગામ ગ્રામ્ય વિસ્તારના નભોઇ, લીંબડ, વલાણા ગામની પ્રાથમીક શાળાઓ સહીત અનેક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

વિરમગામ તાલુકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘના કારોબારી સભ્ય વિનોદભાઇ વાળંદએ જણાવ્યું હતું કે, મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આજનો દિવસ ઉજવાય છે. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તામિલનાડુમાં થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન એ એક તત્વચિંતક અને રાજપુરુષ હતાં. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1964 થી 5 સપ્ટેમ્બરના દિવસને ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ. રાધાકૃષ્ણનના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણ સંસ્થામાં થાય છે. દેશના બાળકોએ દેશનું ભવિષ્ય છે અને દેશના વિકાસના આ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક જ કરે છે. વિરમગામ તાલુકામાં દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

હાઇકોર્ટમાં રિટથી RTEના બીજા ચરણમાં વિલંબની વકી

aapnugujarat

ધો.૧૨ સાયન્સનું મે અને ધો.૧૦નું જૂનમાં પરિણામ જાહેર થશે

aapnugujarat

નાની કુકડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1