Aapnu Gujarat
ગુજરાત

આણંદમાં બનાવટી નોટો સાથે બે ઝડપાયા

આણંદ શહેરમાં રાજશિવાલય રોડ પરથી મોટર સાયકલ પર પસાર થતા બે શખ્સોને ગત રાત્રીનાં સુમારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી લેપટોપ,પ્રીન્ટર અને ૧૦૦,૫૦ અને પાંચ રુપિયાનાં દરની બનાવટી ચલણી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ એન.ડી.નકુમએ ગત રાત્રીનાં સુમારે મળેલી બાતમીનાં આધારે આણંદ શહેરમાં રાજશિવાલય રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાર્થ હસમુખભાઈ પટેલ અને ખેડાસા ગામનો પ્રવિણભાઈ ગોહીલ મોટર સાયકલ લઈને આવતા પોલીસે તેઓને આંતરી તેઓની તલાસી લીધી હતી જેમાં તેમની તપાસ કરતા તેઓની પાસેથી જુદા જુદા દરનાં ભારતીય ચલણની બનાવટી નોટો મળી આવી હતી. જેથી પોલીસે શંકાના આધારે પાર્થ પટેલનાં ઘરમાં છાપો મારતા લેપટોપ અને પ્રીન્ટર મળી આવ્યું હતું.
પોલીસે તેઓની પાસેથી ૧૦૦નાં દરની ૧૪ નોટો,૫૦નાં દરની બે નોટો,પાંચનાં દરની ૩૫૧ ચલણી નોટો,દસ રૃપિયાનાં દરની આઠ ચલણી નોટો અને ૨૦ રુપિયાની ૨ બનાવટી ચલણી નોટો કબ્જે કરી હતી.પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓ લેપટોપની મદદથી કલર પ્રીન્ટર પર જુદા જુદા દરની બનાવટી ચલણી નોટો બનાવીને બજારમાં સાચી નોટો તરીકે ચલાવી જુદી જુદી વસ્તુઓ ખરીદી કરતા હતા.જેથી પોલીસે લેપટોપ,પ્રીન્ટર અને બનાવટી ચલણી નોટો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવનગરમાં રહેતા અલંગમાં સ્ક્રેપની દલાલી કરતા વેપારીના ઘરેથી ૩૦ લાખની ચોરી

aapnugujarat

बोडकदेव इलाके में पीने के पानी को लेकर फिर विरोध प्रदर्शन हुआ

aapnugujarat

રાજ્યમાં કોવિડ-૧૯નાં નવા ૧૬ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1