Aapnu Gujarat
મનોરંજન

મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે કંગના : સોનુ સુદ

કંગના રનૌતની ફિલ્મ મણિકરણિકા રીલીઝ થાયએ પહેલા વિવાદમાં ચાલી રહી છે. ક્યારેક તેની રીલીઝ ડેટને લઈને તો ક્યારેક તેના સ્ટાર કાસ્ટને લઈને આ ફિલ્મ ચર્ચામાં રહી છે. સૂત્રોનું માનીએ તો આ ફિલ્મમાંથી સોનું સુદ કિનારો કરી લીધો છે. તાજેતરમાં જ કંગનાએ સોનું પર ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે સોનું મહિલા નિર્દેશક જોડે કામ કરવા નથી માંગતો. કંગનાના આ નિવેદન પર સોનુએ પલટવાર કરીને જવાબ આપ્યો છે. સોનુંએ કહ્યું કે હું મણિકર્ણિકાની ટીમને બેસ્ટ ઓફ લક કહેવા માગું છું. કંગના મારી સારી ફ્રેન્ડ છે. પણ તે વારંવાર મારા જોડે વુમન કાર્ડ, વિકટીમ કાર્ડ રમી રહી છે અને આ વાહિયાત છે. જ્યારે સોનુને કંગનાના નિર્દેશનમાં કામ ન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે સોનુંએ કહ્યું કે નિર્દેશક કયા જેન્ડરનો છે તે અગત્યનો મુદો નથી. વાત સ્ટ્રેન્થની છે. તેણે ફરહા ખાન સાથે કામ કરેલું છે. તે તેમના કામમાં માહિર છે. તેમની સાથે મારી સારી મિત્રતા છે. આ પહેલા જ્યારે કંગનાને આ વિશે પુછવામાં આવ્યું કંગના એ કહ્યું કે, ગયા વર્ષે થયેલી શૂટિંગ બાદ હું અને સોનુ હજી સુધી મળ્યા જ નથી. તે પોતાની ફિલ્મ ‘સિંબા’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમણે પોતાની સંભવીત ડેટ્‌સ પણ નથી જણાવી. પ્રોડ્યુસરે તેમને ફિલ્મ બતાવી અને બાકીની શૂટિંગની વાત કરી પરંતુ તેમણે મળવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

Related posts

अनुष्का के बाद सोनम करेंगी शादी

aapnugujarat

‘ધૂમ ૪’માં શાહરૂખ અને રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

aapnugujarat

સની દેઓલની નવી ફિલ્મ ૧૯મી ઓક્ટોબરે રિલિઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1