Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકાની ટીમમાં એક વર્ષ બાદ મલિંગાનું કમબેક

ભારત બાદ શ્રીલંકાએ પણ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી હતી. એક તરફ ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીને આરામ આપવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમમાં આશરે એક વર્ષ બાદ તેના ફાસ્ટ બોલર લસિથ મલિંગાની વાપસી થઈ છે.વારંવાર ઈજાગ્રસ્ત બની જતાં ૩૫ વર્ષી મલિંગાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સામે અંતિમ વન ડે રમી હતી. આ મેચમાં તેણે ૩૫ રન આપી ૧ વિકેટ લીધી હતી. મલિંગાની વન ડે ક્રિકેટમાં ૩૦૧ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૯૦ વિકેટ છે.ટીમમાં દાનુષ્કા ગુલાતિલકાની વાપસી થઈ છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ખરાબ વર્તન બદલ તેના પર પ્રતિબંધ લગાવાયો હતો. મલિંગાની સાથે દિલરુવાન પરેરા અને દુષ્માંથી ચમીરાની પણ વાપસી થઈ છે. પરેરાએ છેલ્લી વનડે એપ્રિલ ૨૦૧૭માં રમી હતી, જ્યારે ચમીરા પણ પાંચ મહિના બાદ વાપસી કરી રહ્યો છે.

Related posts

कोरोना से उबरने के बाद ट्रेनिंग पर लौटे नेमार

editor

चयनकर्ताओं को धोनी को भविष्य के बारे में बता देना चाहिए : सहवाग

aapnugujarat

बल्लेबाजों को कट और पुल से दूर रखना चाहता था : ठाकुर

editor

Leave a Comment

UA-96247877-1