Aapnu Gujarat
બિઝનેસ

ટીપ એન્ડ ટો-ધ નેઈલ કલબ દ્વારા અમદાવાદમાં નેઈલ સલૂન અને સ્પાનો પ્રારંભ

બોલીવુડ સેલીબ્રીટીઝનુ અત્યંત પસંદગી પાત્ર નેઈલ સલૂન અને સ્પા ટીપ એન્ડ ટો-ધ નેઈલ કલબ અમદાવાદમાં નવા સલૂનનો પ્રારંભ કરીને ગુજરાતમાં પ્રવેશ કરવા સજજ બન્યું છે. નેઈલ આર્ટ અને સુશોભન સર્વિસીસમાં પાયોનિયર ગણાતી ટીપ એન્ડ ટો – ધ નેઈલ કલબનાં સ્થાપક શર્મિલા થાનકી નેઈલ એસ્થેટીક્સમાં વર્ષોનો અનુભવ અને નિપુણતા લઈને ગુજરાતના વાયબ્રન્ટ શહેર અમદાવાદમાં આવ્યાં છે. નેઈલ સલૂન અને સ્પા અમદાવાદ શહેરના પ્રાઈમ લોકેશન આવેલુ છે અને તે પોતાની સાથે વિવિધ પ્રકારની નેઈલ કેર અને બ્યુટિફિકેશન સર્વિસીસ લઈને આવ્યું છે. થાનકી કહે છે કે ” ટીપ એન્ડ ટો બોલીવુડ સેલીબ્રીટીઝ અને ફેશનપરસ્ત લોકોનુ ફેવરિટ છે વર્ષોથી મુંબઈ ને દિલ્હીમાં ટોચના લોકો એની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે. આ બાબત અમારી સર્વિસ પ્રત્યેની નિષ્ઠાનુ ઉદાહરણ છે અમે ભારતમાં યોજાયેલી ’દ્ગટ્ઠૈઙ્મંર્રહ’ ની ઘણી કેટેગરીઝની પ્રતીષ્ઠીત સ્પર્ધાઓમાં પ્રથમ ઈનામો હાંસલ કર્યાં છે.”તેમણે વધુમાં જણાવ્યું કે “સ્વચ્છતા અંગેનાં અમારાં સર્વોચ્ચ ધોરણો, પ્રોડકટ ક્વોલિટી અને ગ્રાહકલક્ષી અભિગમને કારણે અમારા ક્ષેત્રમાં સર્વિસીસમાં ટોચના સ્થાને રહીને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.”
ટીપ એન્ડ ટો મેનીક્યોર અને પેડીક્યોરની , નેઈલ એકસ્ટેન્શન, જેલ પોલિશ, અને આઈલેશ એક્સ્ટેન્શન જેવી ભિન્ન પ્રકારની અનેક સર્વિસીસ પૂરી પાડે છે. થાનકીએ વધુ વિગત આપતાં જણાવ્યું કે “અમે બદલાતા જતા ફેશનના પ્રવાહોને અનુસાર અમારા ગ્રાહકોની જરૂરિયાતને સમજી શકીએ તે માટે સમયાંતરે અમારી કામગીરીમાં સુધારા કરતા રહીએ છીએ. અમારી સર્વિસીસના પોર્ટફોલિયોને અપગ્રેડ કરતા રહીએ છીએ. અમારી તદ્દન નવી ઓફરોમાં શેટર્ડ ગ્લાસ, કેટ આઈ, ઓમ્બર સ્ટડઝ અને ખાસ પ્રસંગોએ ઝાંખપ ધરાવતા નખમાં ચમક પૂરી પાડવાની કામગીરી કરે છીએ.”ગ્રાહકોને અનોખો તથા બહેતર અનુભવ પૂરો પાડવો તે ટીપ એન્ડ ટોનો સિધ્ધાંત છે. આ બાબતની ખાત્રી માટે અમે ટીપ એન્ડ ટો ઉત્તમ પ્રકારની ગુણવત્તા ધરાવતી પ્રોડકટસની સાથે સાથે પ્રોફેશનલ્સની તાલિમબધ્ધ ટીમથી સજજ છે. મહેમાનોને અત્યંત ગમી જાય તેવો અનુભવ પૂરો પાડવા માટે ટીપ એન્ડ ટો તેમના દરેક ગ્રાહકને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા અને સમર્પિત પ્રોફેશનલ્સ પૂરા પાડે છે, જે યોગ્ય પરફેકશન અને ગ્રાહકને સંતોષ પ્રાપ્ત થાય તે રીતે દરેક સર્વિસ પૂરી પાડવા સજજ હોય છે.

Related posts

નવી સરકારનો એજન્ડા તૈયારઃ પીએસયુ બેંકોમાં મોટા ફેરફારની શકયતા

aapnugujarat

नए साल से UAE जाना और होनेवाला है महंगा

aapnugujarat

કોલ્ડ સ્ટોરેજ અપગ્રેડ કરવા ૨૧૦૦૦ કરોડ રોકાણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1