Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી લિંક્ડઇન પર છવાયા

ફેસબુક અને ટ્‌વીટર જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દુમ મચાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન પર પણ છવાઇ ગયા છે. લિંક્ડઇન દ્વારા કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોલિવુડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા એવા બે ટોપ લોકો છે જે અંગે સૌથી વધારે માહિતી એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. લિંક્ડઇઇનના પાંચમા સંસ્કરણમાં બાયોકોનના ચેરમેન અને વડા કિરણ મજુમદાર શો, શિયોમી ઇન્ડિયાના મનુ કુમાર જેવા લોકો પણ સામેલ રહ્યા છે. લિંક્ડઇન તરફથી ખુલાસો કરતા કહેવામાં આવ્યુ છે કે આ લિસ્ટ કોઇ પણ પ્રકારના રેન્કિંગ પર આધારિત નથી. વાર્ષિક યાદીમાં એવા લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમના પ્રોફાઇનલને લોકો સૌથી વધારે વખત જોઇ રહ્યા છે. આને આઠ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે ૭૩ પ્રોફેશનલ લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લિંકડઇન દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ વચ્ચે નિહાળવામાં આવેલા બેકગ્રાઉન્ડના આધાર પર ટોપના ૭૩ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ તમામ લોકો ઉદ્યોગ નિષ્ણાંતો, પ્રભાવશાળી બ્રાન્ડ અને જનમતને પ્રભાવિત કરનાર લોકો આમાં સામેલ છે. આ વર્ષે ઇન્ટરનેટ અને ટેકનોલોજી કેટેગરીમાં ફ્લિપકાર્ટના મુખ્ય અધિકારી બિન્ની બંસલને પણ સામેલ કરવામાં આવ્યા છે. અન્ય અનેક લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Related posts

खट्टर से मिले केजरीवाल प्रदुषण के मुद्दे पर हुई चर्चा

aapnugujarat

બિહારના બેગૂસરાય જિલ્લામાં યુનિફોર્મના રૂપિયા ન મળતા ટીચરે ગરીબની દીકરીઓના કપડાં ઉતરાવ્યાં

aapnugujarat

ટ્રેડ વોરની સ્થિતિની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1