Aapnu Gujarat
ગુજરાત

વડોદરા કલેક્ટર કચેરી બહાર યુવાન સળગ્યો

વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પરીસરની બહાર જ ગુરુવારે ઢળતી સાંજે એક વ્યક્તિ ભડભડ સળગી ઉઠ્યો હોવાની ઘટના બની હતી. રાહદારીઓની અવર-જવરથી ધમધમતા રોડના ફૂટપાથ પર જ સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના કોઠી ચાર રસ્તા કલેક્ટર કચેરી પાસેના ફૂટપાથ ઉપર એક અજાણ્યી વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસો પડી રહેતો હતો. આ વ્યક્તિને કોઇ જમવાનું આપે તો તે જમતો હતો. જમવાનું ન મળે તો તે ફૂટપાથ ઉપર સૂઇ રહેતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો તેમ આસપાસની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યુ હતુ. ગુરુવારે સાંજે આ અજાણ્યો ફૂટપાથવાસી એકાએક સળગી ઉઠ્યો હતો. ભડભડ સળગી ઉઠેલા વ્યક્તિને જોઇ સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. સળગી ઉઠેલા વ્યક્તિના શરીર ઉપરની આગ બુઝાવી દીધી હતી. ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ગંભીર રીતે દાઝી ગયેલા આ અજાણ્યા વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો.આ બનાવે કલેક્ટર કચેરી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મરનાર યુવાને કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કર્યુ હોવાની વાયુવેગે ફેલાયેલી વાતોના કારણે એક તબક્કે તો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓ ચલાવતા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ છેલ્લા કેટલાંક સમયથી ફૂટપાથ ઉપર જ રહેતો જોવા મળતો હતો. કોઇ તેને જમવાનું આપે તો તે જમતો હતો. જમવાનું ન મળે તો તે ફૂટપાથ ઉપરજ સૂઇ રહેતો હતો. આજે કેવી રીતે સળગી ઉઠ્યો તેની માહિતી નથી, ત્યાર પછી માહોલ થાળે પડ્યો હતો.

Related posts

વડોદરા તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

editor

તાપમાનમાં નજીવો ઘટાડો છતાં લોકો ગરમીથી હેરાન

aapnugujarat

સાબરમતી રેલવે કોલોનીમાં જુગાર ધામ પર દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1